US OPEN: પોત્રોને હરાવી જોકોવિચે 14મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો

ન્યૂયોર્કઃ સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગઈ કાલે આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોને હરાવીને કરિયરનો ત્રીજો અને કુલ ૧૪મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ યુએસ ઓપનની મેન્સ ફાઇનલમાં જોકોવિચે ડેલ પોત્રોને ૬-૩, ૭-૬ (૭-૪), ૬-૩થી પરાજય આપ્યો.

વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૫ના ચેમ્પિયન જોકોવિચે જાપાનના કેઈ નિશિકોરીને હરાવીને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી હતી, જ્યારે સેમિફાઇનલમાં રાફેલ નડાલ ઈજાને કારણે ખસી જતાં ડેલ પોત્રો ફાઇનલમાં પ્રવેશ્યો હતો.

૨૦૦૯ના ચેમ્પિયન અને ત્રીજા ક્રમાંકિત ડેલ પોત્રોને હરાવવાની સાથે જ નોવાક જોકોવિચે પોતાની કરિયરનો વધુ એક ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે. યુએસ ઓપનનો જોકોવિચનો આ આઠમો ખિતાબ છે.

આ સાથે જ જોકોવિચે પાછલાં ૧૦ વર્ષમાં ડેલ પોત્રો સામેની જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ ૧૫-૪ પહોંચાડી દીધો છે. આ પહેલાં ડેલ પોત્રો સામે ૨૦૦૭ અને ૨૦૧૨ના યુએસ ઓપનમાં જોકોવિચ જીત હાંસલ કરી ચૂક્યો છે.

મેન્સ સિંગલ્સ ફાઇનલના પહેલા સેટમાં નોવાક જોકોવિક સંપૂર્ણપણે છવાયેલો રહ્યો હતો અને તેણે પહેલો સેટ બહુ જ સરળતાથી ૬-૩થી જીતી લીધો હતો, પરંતુ બીજા સેટમાં પોત્રોએ જોરદાર સંઘર્ષ કર્યો.

બીજો સેટ જીતવા માટે જોકોવિચે બહુ જ મહેનત કરવી પડી હતી. બીજા સેટમાં મુકાબલો સમય સુધી રોમાંચક રહ્યો અને સેટનું પરિણામ ટાઇ બ્રેકરના દ્વારા આવ્યું હતું.

પોટ્રોના જોરદાર સંઘર્ષ છતાં જોકોવિચે આ સેટ ૭-૬ (૭-૪)થી પોતાના નામે કરતાં મેચમાં ૨-૦ની સરસાઈ હાંસલ કરી લીધીહતી. જ્યારે ત્રીજા સેટમાં જોકોવિચને બહુ મેહનત કરવી પડી નહોતી અને ૬-૩થી જીત હાંસલ કરીને ચેણે અમેરિકાના મહાન ખેલાડી પેટ સામ્પ્રસની બરોબરી કરી લીધી હતી.

સામ્પ્રસે ૧૪ ગ્રાન્ડ સ્લેમ જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે ૧૪ ખિતાબ સાથે જોકોવિચ રોજર ફેડરર (૨૦) અને રાફેલ નડાલ (૧૭) બાદ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

પાછલા આઠ મહિનામાં જોકોવિચે ગ્રાન્ડસ્લેમ મશીન જેવું પ્રદર્શન કર્યું છે, જેણે ૨૦૧૬માં ચારેય મુખ્ય ખિતાબો પર કબજો કર્યો હતો. સામ્પ્રસે જે કોર્ટ પર પોતાની કરિયરનું ૧૪મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું એ જ કોર્ટ પર જોકોવિચે શાનદાર પ્રદર્શન કરીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો હતો. પરાજયથી નિરાશ થયેલો પોત્રો પોતાના આંસુ રોકી શક્યો નહોતો.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

2 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

4 hours ago