POP ની ગણેશ મૂર્તીઓના વિસર્જન અંગે અધિક મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

અમદાવાદ : ગણેશ ચતુર્થીને લઈને દેશભરમાં લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદ અધિક મેજિસ્ટ્રેટ દ્વારા લોકોની લાગણી દુભાય તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં  POP ની ગણેશજીની મૂર્તીઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સાથે જ 9 ફૂટની મૂર્તિની સ્થાપના કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.જોકે મેજિસ્ટ્રેટના આ જાહેરનામાથી લોકમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. સમગ્ર ભારત સહીત ગુજરાત ગણપતિ મય બન્યું છે ત્યારે આજે અમદવાદમાં આવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા ગણપતિ ઉત્સવના આયોજકોએ આ વાત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

અમદાવાદમા માત્ર 9 ફુટના ગણપતીની મુર્તી રાખવાનુ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતુ. અમદાવાદના મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવા પાછળનું કારણ કદાચ લોકો ઈકોફ્રેન્ડલી મુર્તી તરફી પ્રેરાય તેવો પણ ઉદ્દેશ હાવાનું પર્યાવરણમા પ્રેમીઓમા પણ ચર્ચાયુ હતુ. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ગણપતિ મહોત્સવ ની શરૂઆત થઇ રહી છે ત્યારે કેટલાય લોકોએ તો અગાઉ થી જ ગણપતિની મૂર્તિનું સ્થાપન કરી દીધું હતું ત્યારે અચાનક આ જાહેરનામું બહાર પડતા લોકોમાં રોષ ફેલાયો હતો

You might also like