ના વિરાટ, ના ધોની ઝરીન ખાનનો ફેવરિટ ક્રિકેટર છે બીજો કોઇ… જાણો કોણ

0 4

બોલિવૂડ અને ક્રિકેટનો નાતો ખૂબ જ જૂનો છે. બોલિવૂડ સુંદરીઓને ક્રિકેટરોમાં વિશેષ રસ રહ્યો છે. મનસૂરઅલી ખાન પટોડીએ શર્મિલા ટાગોર સાથે લગ્ન કરી લીધાં હતાં. હાલમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના અનુષ્કા શર્મા સાથેના સંબંધો પણ ચર્ચામાં છે. આ રીતે ક્રિકેટ અને બોલિવૂડનો ખાસ સંબંધ રહ્યો છે.

તાજેતરમાં ઝરીન ખાને પોતાના ફેવરિટ ક્રિકેટરનો ખુલાસો કર્યો, જેના પર તેનું દિલ અટકેલું છે, તેનો ફેવરિટ ક્રિકેટર વિરાટ કે ધોની નહીં, પરંતુ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી છે. ઉલ્લેખનીય છે કે ઝરીન ડિસેમ્બરમાં યોજાનાર ટી-૧૦ ક્રિકેટ લીગમાં પખ્તુન્સ ટીમની સેલિબ્રિટી એમ્બેસેડર છે. તે એ વાતથી ખૂબ જ ખુશ છે કે આફ્રિદી પખ્તુન્સ ટીમનો જ ભાગ છે.

સુંદર સ્માઇલ અને હેલ્ધી લુક ધરાવતી ઝરીન હાલમાં પોતાની નવી ફિલ્મની તૈયારીમાં લાગી છે. ઝરીન ‘અખ્તર-ર’માં જોવા મળશે. ત્યારબાદ તે ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ‘૧૯ર૧’માં જોવા મળશે. આ તેની પહેલી હોરર ફિલ્મ છે. ઝરીનની વાત માનીએ તો અત્યાર સુધી તેણે આ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું નથી. આવી ફિલ્મમાં કામ કરવું એક પડકારથી ઓછું નથી. તે અત્યાર જ આ ફિલ્મ માટે તૈયારીઓ કરી રહી છે. •

loading...

Leave A Reply

Your email address will not be published.