Categories: India

ભારતની સમુદ્ર સુરક્ષા જોખમમાં, 24ની સામે માત્ર 4 જ લશ્કરી જહાંજો

નવી દિલ્હી: ભારતની સમુદ્ર સુરક્ષાથી જોડાયેલી એક ગંભીર ખામી સામે આવી છે. સૂત્રોનું માનીએ તો નેવીને પશ્વિમી અને પૂર્વ કિનારાઓની સુરક્ષા માટે આવા 24 માઇનસ્વીપર્સની જરૂરીયાત છે, જેનો ઉપયોગ દુશ્મનોની બારૂદી સુરંગોને શોધીને એને ખતમ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ ભારતમાં માત્ર 4 જ જૂના માઇનસ્વીપર છે. માઇનસ્વીપર ખાસ પ્રકારના લશ્કરી જહાંજો હોય છે, જે બંદરો અને સમુદ્રના રસ્તાની દેખરેખ માટે ખૂબ જ મહત્વના હોય છે. આ ખામીની જાણકારી એવા સમયે થઇ છે, જ્યારે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન પોતાના ન્યૂક્લિયર અને પારંપારિક સબમરીન્સની તૈનાતી ઝડપથી વધારી રહ્યું છે. આ સબમરીન્સ ખાનગી રીતે બારુદી સુરંગ પાથરીને બંદરોને નુકસાન પહોંચાડી શકે છે.

વર્તમાનમાં નેવીના આધુનિકિકરણ માટે સૌથી વધારે જરૂરીયાત પર્યાપ્ત સબમરીન્સ, ઘણી ભૂમિકાઓ નિભાવવામાં સક્ષમ હેલિકોપ્ટરો અને માઇનસ્વીપર લશ્કરી જહાંજોની છે. નેવી આશરે એક દશકથી આ માટેની માંગણી કરતાં આવ્યા છે. તો બીજી બાજુ સાઉથ કોરિયાની મદદથી શિપયાર્ડ બનાવવાના પ્રોજેક્ટની લીલી ઝંડી મળી નથી. જો 12 માઇનસ્વીપર્સને લઇને સાઉથ કોરિયાની સાથે કરારને આ વર્ષે અમલ કરવામાં આવે તો પણ પહેલું લશ્કરી જહાંજ 2021 પહેલા તૈયાર થઇ શકશે નહીં. પ્રોજેક્ટની યોજના હેઠળ 9 9 મહિનાના અંકરાલ પર 11 અન્ય માઇનસ્વીપર્સ 2026 સુધી સોંપવામાં આવી શકે છે.

ગત સપ્તાહે ચીનના પહેલા સ્વદેશ નિર્મિત એરક્રાફ્ટએ 80 મિનીટનું પહેલું ઉડાણ કર્યું હતું. ચીને આને વિક્સિત કરવાની યોજના 2008માં બનાવી હતી. જો કે એને અડધી ક્ષમતા વાળા એરક્રાફ્ટ બનાવાને લઇને ભારતની યોજના 2007થી કાગળો પર જ છે. જણાવી દઇએ કે ચીનનું C919 એરક્રાફ્ટ 158 168 યાત્રીઓને લઇને ઉડાણ ભરી શકે છે. તો બીજી બાજુ ભારતની રીજનલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ડિઝાઇન 50 90 યાત્રીઓને લઇ જવામાં જ સક્ષમ થશે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago