Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:14.0pt; font-family:"B Bharati GopikaTwo";} 'બિગબોસ'માંથીસલમાનબહાર, ફરાહકરશેહોસ્ટ

મુંબઈ, ગુરુવારબિગ બોસ’નું નામ અાવતાં જ મગજમાં પહેલું નામ અાવે છે, આ શોના હોસ્ટ સલમાન ખાનનું.’ જોકે અા શોની પાંચ સિઝન હોસ્ટ કરનાર સલમાન હવે અા શોમાંથી ગાયબ થવાનો છે. મળતી માહિતી મુજબ સલમાન હવે ‘બિગ બોસ’ને અાગળ હોસ્ટ નહીં કરે અને તેની જગ્યાઅે ફરાહ ખાન શોને હોસ્ટ કરશે. એવું જણાવવામાં અાવ્યું છે કે બિગ બોસ-૮ના મેકર્સ શોને હજુ એક મહિનો ચલાવવા માગે છે. પહેલાં અા શો ૪ જાન્યુઅારીઅે પૂરો થવાનો હતો, પરંતુ હવે તેની વધતી લોકપ્રિયતા જોતાં અા શો વધુ એક મહિનો ચલાવવામાં અાવશે. સમાચાર મુજબ સલમાને અા શો માટે માત્ર ૪ જાન્યુઅારી સુધીનો જ સમય અાપ્યો હતો. ત્યારબાદ તે પોતાની િફલ્મના શૂટિંગમાં બિઝી થઈ જશે. અાવા સંજોગોમાં બિગ બોસ માટે નવા હોસ્ટની તપાસ કરવામાં અાવી અને તે શો ફરાહ ખાન સુધી અાવીને પૂરી થઈ. શો સાથે જોડાયેલા સૂત્રોઅે અા વાતને સમર્થન અાપી દીધું છે. રિપોર્ટમાં તો એમ પણ કહેવાયું છે કે ચેનલે હોસ્ટ સલમાનના રિપ્લેશમેન્ટ પર ઘણા નામો વિચાર્યાં હતાં. તેમણે અનિલ કપૂર અને કરણ જોહરને પણ શો હોસ્ટ કરવાની િવનંતી કરી, પરંતુ તેમણે અા અોફર ઠુકરાવી દીધી. ઘણું વિચારીને ફરાહ ખાનનો સંપર્ક કરાયો. ફરાહે અા અોફર સ્વીકારી લીધી છે અને કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો છે.

You might also like