Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:14.0pt; mso-bidi-font-size:11.0pt; font-family:"B Bharati GopikaTwo";} રણવીરસિંહ, પ્રિયંકા, અર્જુનનો દીપિકાને સપોર્ટ

હાલમાં દીપિકા પદુકોણે લો નેકવાળો ડ્રેસ પહેરી એક ફંક્શનમાં ગઈ હતી. એક અખબારે તેનો ખરાબ વીડિયો બનાવ્યો હતો અને તેના વિશે અખબારમાં છાપ્યું હતું. દીપિકાને તેના વિશે આવી આડીઅવળી વાતો છપાય તે પસંદ નથી. આનો વિરોધ કરવા માટે તેણે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો અને તેણે ટ્વિટ કર્યું હતું કે, ‘હા, હું એક મહિલા છું અને મારે સ્તન છે, તમને કોઇ પ્રોબ્લેમ છે?’ આ ઉપરથી રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા અને અર્જુન કપૂરે તેને સપોર્ટ કરતા ટ્વિટ કર્યા હતાં. દીપિકાએ વધુમાં લખ્યું હતું કે, ‘તમે વુમન એમ્પાવરમેન્ટની વાતો કરો છો, પરંતુ મહિલાની રીસ્પેક્ટ કેવી રીતે કરવી તે ખબર નથી?’ અર્જુન કપૂરે ટ્વિટ કર્યું છે કે, ‘આજે આપણે સૌથી નીચી પાયરી પર બેસી ગયા છીએ. કોઈ મહિલાના વખાણ ન કરી શકો, પરંતુ તેની રીસ્પેક્ટ કરતાં તો શીખો.’ પ્રિયંકાએ તેને ‘વેલ ડન’ કહ્યું છે ને ટ્વિટ કર્યું છે કે, ‘તેં દરેક મહિલાઓ માટે સ્ટેન્ડ લીધું છે.’ રણવીર સિંહે લખ્યું કે, ‘તેં આ રીતે તેમને જવાબ આપ્યો તે માટે હું તને અભિનંદન આપું છું.’

You might also like