Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; text-align:justify; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} શાદી અભી નહીં : એશા ગુપ્તા

ફિલ્મ ‘રાઝ-૩’ની અભિનેત્રી એશા ગુપ્તા થોડા સમય પહેલાં ઇન્ડિયન બ્રાઇડલ ફેશન વીકમાં દુલહનના પોશાકમાં જોવા મળી. એશાએ ડિઝાઈનર જ્યોત્સ્ના તિવારી દ્વારા તૈયાર કરાયેલાં કપડાં પહેરેલાં હતાં, પરંતુ જ્યારે તેને પોતાનાં લગ્ન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હજુ મારાં લગ્નને વાર છે. હું ૧૦ વર્ષ સુધી લગ્નની કોઈ ચર્ચા કરવા ઇચ્છતી નથી. મોડલમાંથી અભિનેત્રી બનેલી એશાએ કહ્યું કે હજુ મારો લગ્ન માટે કોઈ પ્લાન નથી. હજુ મારી મોટી બહેનનાં લગ્ન પણ બાકી છે, જ્યારે મારી મોટી બહેનનાં લગ્ન થઈ જશે ત્યારે હું લગ્ન કરવાનું વિચારીશ અને મારા અંદાજથી તેમાં લગભગ ૧૦ વર્ષ તો લાગશે જ, જોકે લગ્નના ડ્રેસ અંગે પૂછતાં તેણે કહ્યું કે હું મારી બહેનનાં લગ્નમાં જ્યોત્સ્નાસિંહ દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ પહેરીશ, પરંતુ મારાં લગ્નમાં હું ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસ પહેરીશ. હાલમાં એશા એક ઇન્ડોબ્રિટિશ પ્રોડક્શન પ્રોજેક્ટમાં કામ કરી રહી છે, સાથેસાથે તે ઇચ્છે છે કે આગળ પણ તે મોડલિંગના પોતાના શોખને ચાલુ રાખે. એશા ફિલ્મોમાં પ્રવેશી તે પહેલાં તે ફેમિના મિસ ઇન્ડિયામાં થર્ડ રેન્ક મેળવી ચૂકી છે. આ ઉપરાંત તે મોડલિંગ પણ કરી ચૂકી છે. તે કિંગફિશરના કેલેન્ડર પર પણ દેખાઈ ચૂકી છે. અત્યાર સુધી તે ‘જન્નત-૨’, ‘રાઝ-૩ડી’, ‘ચક્રવ્યૂહ’ અને ‘હમ સક્લ્સ’ જેવી ફિલ્મો કરી ચૂકી છે.

You might also like