OMG: આ ગામમાં છેલ્લા 50 વર્ષમાં કોઈ બાળકનો જન્મ થયો નથી

ઘરમાં બાળકનો જન્મ થવો તેના આગળ દુનિયાના તમામ સુખ ફીક્કા પડી જતા હોય છે. એક નવા મહેમાનના જન્મની તૈયારીઓ તો કેટલાય મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. તેમાંય માતા પિતા માટે તો દરેક દિવસ મહત્વનો બની જતો હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાંની જમીન પર આજ સુધી કોઈ બાળકનો જન્મ થયો જ નથી. આ ગામનું નામ સાંકા જાગીર છે, જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 70 કિમી દૂર આવેલું છે. જ્યાં છેલ્લા 50 વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી.

આ ગામના લોકોનું માનવું છે કે, જો આ ગામની સરહદની અંદર કોઈ બાળક પેદા થશે તો તેનો જીવ જતો રહેશે અથવા તે અપંગ થઈ જશે. ગામના લોકોએ આ બીકના કારણે ગામની બહાર એક રૂમ બનાવડાવ્યો છે. જ્યાં કોઈપણ મહિલાને લેબરપેઈન શરૂ થતાં લઈ જવામાં આવે છે.

આ ગામના લોકોનું કહેવું છે કે, આ ગામમાં એક સમયે શ્યામજીનું મંદિર હતું. જેના કારણે મંદિરની પવિત્રતા સાચવી રાખવા માટે ગામની વૃદ્ધ મહિલાઓએ ગામની બહાર ડિલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

You might also like