Nokiaનો સસ્તો સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ….

બાર્સીલોનામાં થયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં Nokia 1 લોન્ચ કર્યા પછી, HMD ગ્લોબલે તેનો પ્રથમ એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન ‘Nokia 1’ભારતમાં લોન્ચ કર્યો છે. ‘એન્ડ્રોઇડ ગો’ એ એન્ડ્રોઇડ ઓરિઓ 8.0નું લેટેસ્ટ વર્જન છે, જે ઓછી રેમ અને સ્ટોરેજ વાળા ફોનમાં સરળતાથી કામ કરે છે.

‘એન્ડ્રોઇડ ગો’ ગૂગલે પહેલેથી જ મેપ્સ ગો, ગૂગલ ગો, યુટ્યુબ ગો, જેવા હલકા એપ્લિકેશન્સ રજૂ કર્યા છે, નોકિયાના આ ગો વર્ઝન ફોનની ટક્કર તાજેતરમાં લોન્ચ થયેલ Lava Z50 સાથે થશે, જેની કિંમત 4400 રૂપિયા છે. Nokia 1માં એન્ડ્રોઇડ ગો, 4.5 ઇંચની FWVGA IPS ડિસ્પ્લે, 1.1GHz ક્વોડકોર મીડિયાટેક MT6737M પ્રોસેસર, 1GB રેમ અને 8GB સ્ટોરેજ હશે, જેને 128GB સુધી વધારી શકાશે.

આ ફોનમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v4.2, GPS/A-GPS, FM રેડિયો, માઇક્રો-USB, 3.5mmનો ઓડિયો જેક અને 2150mAh બેટરી હશે. ફોન સાથે એક્સપ્રેસ-ઓન-ટુ-ટોન પોલીકાર્બોનેટ એક્સચેંજેબલ કવર મળી રહ્યું છે.

જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનના કવરને વ્યક્તિગત કરી શકશો, આ કવરની કિંમત રૂ. 450 હશે. ભારતમાં નોકિયાનો આ ફોન ડાર્ક, બ્લ્યુ અને વાર્મ રેડ રંગમાં ઉપલબ્ધ છે, અને તે ની કિંમત 5,499 રૂપિયા છે. આ ફોન તમે એપ્રિલ મહિનાથી ખરીદી શકશો, અને Nokia 1 સાથે JIO તરફથી રૂ. 2,200નો કેશબેક પણ મળી રહ્યો છે.

 

You might also like