RBIએ ક્રેડિટ પોલીસી જાહેર કરી, રેપો રેટમાં કોઇ બદલાવ નહીં

નવી દિલ્હી: રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવી મોનેટરી પોલીસી જાહેર કરતા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. આમ રેપો રેટ 6.25 ટકા તેમજ રિવર્સ રેપો રેટ 6 ટકા યથાવત રાખ્યો છે. જો કે એસએલઆરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ને બે દિવસની બેઠકના અંતે આ નિર્ણય જાહેર કર્યો છે. આરબીઆઇએ રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરતા 6.25 ટકા યથાવત રાખ્યો છે.

જ્યારે રિવર્સ રેપો રેટને 6 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. આમ રેપોરેટ નહી ઘટવાથી હોમ લોન સસ્તી થવાની આશા ધૂંધળી બની ગઇ છે. આરબીઆઇ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જણાવામાં આવ્યું હતું કે જીએસટી દર લાગુ થવાથી મોંઘવારીને અસર નહીં થાય. તેમજ એસએલઆર 20.5 ટકા ઘટી 20 થઇ છે. એસએલઆર ઘટવાથી વ્યાજ પર તેની અસર પડશે.
http://sambhaavnews.com/

You might also like