સરકારે લીધો ન્રિણય 1લી જૂનથી ‘બેકાર’ થઈ જશે Aadhaar…

UIDAIએ આધારમાં કેટલાક જરૂરી બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. UIDAIએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ સેવાઓ અને સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર આપવાની જરૂર નહી રહે. હવે સરકાર આધાર વર્ચુઅલ આઇડીનો ઉપયોગ કરવાને પ્રોત્સાહન આપશે. આ તમામ પગલાં આધારની માહિતીને સુરક્ષિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. જોકે 1 જૂનથી તમારું આધાર બેકાર થઇ શકે છે. જી હા, આધાર બેકાર થવાનો મતલબ એ નથી કે તમારું આધાર વેલિડ નહી રહે. પરંતુ તેનો ઉપયોગ ‘ભાગ્યે’ જ કરવામાં આવી શકે છે. કારણ કે, હવે આધારની જગ્યાએ આધાર વર્ચુઅલ આઇડી લઇ લેશે.

પરંતુ શું છે આ વર્ચુઅલ આઇડી? શું છે તેનો ફાયદો? સમાન્ય જનતા આ આઇડીને ઉપયોગ કઇ રીતે કરી શકશે? કઇ રીતે જનરેટ કરવામાં આવશે આ આઇડી? આ તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું.

શું છે વર્ચુઅલ આઇડી?

આધાર વર્ચુઅલ આઇડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે.આ આઇડીમાં 16 અંકનો ટેમ્પરરી નંબર હશે. જો તેને આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નથી. તેમાં કેટલીક જ માહિતી હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચુઅલ આઇડી તૈયાર કરવાની તક આપશે. જો કોઇને ક્યાંય પોતાના આધારની માહિતી આપવી છે તો તે 12 આંકડાના આધારની જગ્યાએ 16 આંકડાનો વર્ચુઅલ આડી આપી શકે છે. વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની સુવિધા 1 જૂનથી અનિવાર્ય થઇ જશે.

ક્યાંથી જનરેટ કરી શકાશે વર્ચુઅલ આઇડી?

આધાર વર્ચુઅલ આઇડીને UIDAIના પોર્ટલ પરથી જનરેટ કરી શકાશે. આ એક ડિજીટલ આઇડી હશે. આધાર હોલ્ડર તેને ઘણી વખત જનરેટ કરી શકે છે. હાલના સમયમાં વર્ચુઅલ આઇડી ફક્ત એક દિવસ માટે માન્ય હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચુઅલ આધાર આડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAI ની વેબસાઇટ પરથી જનરેટ કરી શકાય છે.

આ રીતે જનરેટ કરો વર્ચુઅલ આઇડી:

વર્ચુઅલ આઇડી જનરેટ કરવા માટે UIDAIના હોમપેજ પર જાઓ.

હવે પોતાનો આધાર નંબર નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ નાખો અને SEND OTP પર ક્લિક કરો.

જે મોબાઇલ નંબરથી તમારો આધાર રજિસ્ટર્ડ હશે. તેના પર OTP આવશે.

OTP નાખ્યા બાદ તમને નવું વર્ચુઅલ આઇડી જનરેટ કરવાનો ઓપ્શન મળી જશે.

જ્યારે આ વર્ચુઅલ આઇડી જનરેટ થઇ જશે, તો તમારા મોબાઇલ પર તમારો વર્ચુઅલ આઇડી મોકલવામાં આવશે, જે 16 અંકનો હશે.

વર્ચુઅલ આઇડીથી શું થશે?

આ તમને ચકાસણી સમયે આધાર નંબરને શેર ન કરવાનો વિકલ્પ આપશે.

વર્ચુઅલ આઇડી સાથે નામ, સરનામું અને ફોટોગ્રાફ જેવી ઘણી વસ્તુઓનું વેરિફિકેશન થઇ શકશે.

કોઇપણ યૂઝર  જેટલી વખત ઇચ્છે, એટલી વખત વર્ચુઅલ આડી જનરેટ કરી શકશે.

જૂનું આઇડી ઑટોમેટિક જ રદ થઇ જશે.

UIDAIના અનુસાર અધિકૃત એજંસીઓને આધાર કાર્ડ હોલ્ડર દ્વારા વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની પરવાનગી આપવામાં નહી આવે.

You might also like