H1B વિઝા અંગે એક્ઝિક્યુટિવ ઓ્ડર નથી લાવવા માંગતા ટ્રમ્સ : શલભ કુમાર

વોશિંગ્ટન : ભારતનાં આઇટી પ્રોફેશનલ્સ માટે સારા કહી શકાય સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને અમેરિકન ઇન્ડિયન શલભ કુમારે જણાવ્યું કે H1B વિઝા અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવવાની રાષ્ટ્રપતિનું કોઇ આયોજન નથી. જો કે તેઓએ જણઆવ્યું કે આગામી સમયમાં પાકિસ્તાન તરફથી સમસ્યા વધી શકે છે.

એક પત્રકાર પરિષદ સંબોધતા કુમારે કહ્યું કે H1B વિઝાની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. ભારતથી આવતા પ્રોફેશનલ્સની સંખ્યા ચોક્કસ પણ વધશે. કુમારે આ પ્રકારનો અહેવાલ ફગાવતા કહ્યું કે અમેરિકન અર્થતંત્ર ચોક્કસપણે વિસ્તરશે અને આઇટી ઉદ્યોગ તેમાં મહત્વની ભુમિકામાં જ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે H1B વિઝા તથા L1 વિઝા પર ટ્રમ્પ સરકાર દ્વારા કડક કાયદો લાવવામાં આવી શકે છે. જેના પગલે ભારતીય આઉટ સોર્સિંગ કરતી કંપનીઓ અને આઇટી પ્રોફેશનલ્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી શોન સ્પાઇસરનાં અનુસાર સુધારણા પ્રક્રિયા હેઠળ H1B તથા અન્ય વિઝા કાર્યક્રમોમાં સુધારો થઇ રહ્યો છે. જે ચૂંટણી અભિયાન દરમિયાન આપવામાં આવેલા વચનો પ્રમાણેનાં છે. અભ્યાસ પુર્ણ કર્યા બાદ પણ વિદ્યાર્થીને અમેરિકામાં રહેવા માટે મળતી છુટને પણ દુર કરવામાં આવશે, તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.

You might also like