મોદી સરકારની અગ્નિ પરીક્ષા…! 2019 પહેલા મોદી સરકાર બનશે મજબૂત ?

કેન્દ્રની મોદી સરકાર અંદાજે સાડાચાર વર્ષના કાર્યકાળમાં આજરોજ પ્રથમ વખત વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર આજરોજ સવારે 11 વાગ્યાથી અંદાજે 7 કલાક સુધી ચર્ચા ચાલશે.

સાંજે 6 વાગ્યા બાદ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. જો કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારની જીત થશે તેવું લાગી રહ્યું છે. સંખ્યાબળની દ્રષ્ટિના આધાર પહેલા એનડીએ સરકારનો અન્નાદ્રમુકનું સમર્થન મળતા અને બીજેડી-ટીઆરએસ પક્ષના મતદાન દૂર રહેવાના નિર્ણયથી શક્તિ પરીક્ષણનું સસ્પેન્સ ખત્મ થઇ ગયું છે.

આજે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને સંસદમાં ચર્ચા થવાની છે, જેમાં ભાજપે બહૂમતિ સાબિત કરવાની રહેશે. આ પહેલા સંસદમાં બંને પક્ષે ચર્ચા થયા બાદ વોટિંગ કરવામાં આવશે. આ માટે તમામ પક્ષોએ પોત-પોતાના સાંસદોની વ્હીપ પણ આપી દીધું છે.

મહત્વનું છે કે, 2003માં જે પ્રમાણે વાજપેયી સરકાર સામે અગ્ની પરીક્ષા હતી તેવી જ રીતે હવે પીએમ મોદી સામે પડકાર છે. ફરી એ જ સત્ર, એજ સંસદ, એજ NDA સરકાર અને એ જ સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં મોદી સરકાર માટે આજે અગ્નિપરિક્ષામાંથી પાસ થવું અને થોડા સમય બાદ લોકસભાની ચૂંટણીમાં પોતાને સાબિત કરવું એ પડકાર હશે.

મહત્વનું છે કે, મોદી સરકાર સામે આ પડકાર એવા સમયે આવ્યો છે જ્યારે લોકસભાની ચૂંટણીમાં માત્ર એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે NDA પાસે પુરતું સંખ્યા બળ છે જેથી ભાજપ પર હાલ કોઈ શંકટ દેખાતું નથી.

divyesh

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

31 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

2 hours ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

2 hours ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago