ATMમાં કેશને લઇને ફરી સર્જાશે કટોકટી? નિયમમાં કરાયો આ ફેરફાર..

બેન્કના એટીએએમમાં રોકડ જમા કરાવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના એટીએએમમાં રાતે નવ વાગ્યા પછી રોકડ જમા કરાવી શકાશે નહીં. જ્યારે ગ્રામીણ વિસ્તારના એટીએએમમાં સાંજે 6 કલાક બાદ રોકડ જમા કરાવી શકાશે નહીં.

આ વ્યવસ્થા આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં નવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યાં છે. સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં લઇને રોકડ લઇ જતા વાહન સાથે હથિયારબંધ સિક્યોરીટી જોવા મળશે. નક્સલી હિંસા પ્રભાવિત વિસ્તારમાં એટીએએમમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં જ રોકડ જમા કરાવી શકાશે.

જ્યારે રોકડની દેખભાળ રાખનાર ખાનગી એજન્સીઓ બેન્કો પાસેથી લંચ પહેલા રોકડ જમા કરી લેશે. ખાનગી એજન્સીઓ બખ્તરબંધ વાહનમાં જ આ નોટને લઇને આવનજાવન કરી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના પ્રમાણે એસઓપી 8 ફેબ્રુઆરી 2019થી લાગુ કરવામાં આવશે.

કેશ વેન, કેશ વોલ્ટ અને એટીએએમ સાથે ફ્રોડ તેમજ અન્ય આંતરિક ફ્રોડ મામલે વધવાના મામલે નજરમાં રાખતા આ પગલું ઉઠાવા જઇ રહી છે. દેશમાં ખાનગી ક્ષેત્રની અંદાજે 8,000 કેશ વાન ફરી રહી છે. આ કેશ વાનમાં રોજના અંદાજે 15,000 કરોડ રૂપિયાની રોકડનું પરિવહન કરવામાં આવે છે.

અધિસૂચનામાં જણાવવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારમાં રાતે 9 વાગ્યા બાદ ન તો એટીએએમમાં કેશ નાંખી શકશે અને ન કેશનું પરિવહન કરી શકશે. દરેક કેશ વાનમાં એક ડ્રાઇવરની સાથે બે સુરક્ષા ગાર્ડ, બે એટીએએમ અધિકારી રાખવા જરૂરી બનશે.

You might also like