Categories: India

નીતિશ આજે તેજસ્વી અંગે કડક નિર્ણય લે તેવી શક્યતા

પટણા: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીને દિલ્હીથી પટણા પરત આવેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર એકાએક હરકતમાં આવી ગયા છે. પટણા પહોંચીને નીતિશકુમારે બુધવારે પોતાના વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક અગાઉ ૨૮ જુલાઈએ યોજાવાની હતી કે જ્યારે બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે, પરંતુ નીતિશકુમારે હવે આ બેઠક બે દિવસ પહેલાં એટલે કે આજે સાંજે ૫.૦૦ વાગ્યે પોતાના નિવાસસ્થાને બોલાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં નીતિશકુમાર નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ જુલાઈએ પણ નીતિશકુમારે પોતાના સરકારી નિવાસસ્થાન ૧ અણે માર્ગ પર જદયુના વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એવી માગણી ઊભી થઈ હતી કે તેજસ્વી યાદવે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે અને સીબીઆઈની કાર્યવાહી શરૂ થઈ છે.

આ દરમિયાન આવી માગણી લઈને કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાના બદલે નીતિશકુમારે તેજસ્વીને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારનો આરોપોનો પ્રજાની વચ્ચે જઈને જવાબ આપવા જણાવ્યું હતું. જોકે છેલ્લા ૧૫ દિવસમાં તેજસ્વી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને તેથી ફરીથી તેજસ્વી સામે કાર્યવાહી કરવાની માગણી થઈ છે અને તેથી આજે બોલાવેલી બેઠકમાં નીતિશકુમાર નક્કર નિર્ણય લઈ શકે છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

5 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

6 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

7 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

8 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

9 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

10 hours ago