નીતિન પટેલે વિધાનસભામાં કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા રજૂ કર્યો પ્રસ્તાવ

0 43

કોંગ્રેસના ધારાસભ્યો બળદેવજી ઠાકોર અને અંબરીશ ડેરે ભાજપના ધારાસભ્યોને ધમકી આપી હોવાનો મુદ્દો ફરી વિધાનસભા ગૃહમાં ઉઠયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે ગૃહમાં પ્રસ્તાવ મુકતા કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને પગ ભાંગી નાખવાની ધમકી આપી છે.

આ સાથે જ ગૃહમાં મારામારી પણ કરી છે. તેથી કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. અંબરીશ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ સુધી અને બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે ગૃહમાંથી સત્ર અને કમિટીની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. નાયબ મુખ્યમંત્રીના આ પ્રસ્તાવનું શિક્ષણમંત્રી ભુપેદ્રસિંહ ચૂડાસામાંએ સમર્થન પણ કર્યું છે.

ગુજરાત વિધાનસભામાં થયેલી ઘટનાને આજે ગુજરાતની અસ્મિતાનું રીતસરનું ચીરહરણ થયું છે.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડખો સર્જાતા ગૃહમાં ફિલ્મી દશ્યો સર્જાયા હતા.નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે બેલ્ટ અને માઈક વડે હુમલો કર્યો હતો.

વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદીશ પંચાલને માઈક માર્યુ હતુ. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જગદીશ પંચાલને માર માર્યો હતો. આ દરમિયાન 8 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી. વર્ષ 2017માં પણ ગૃહમાં આવી જ ઘટના બની હતી. નિર્મલા વાઘવાણી અને બળદેવસિંહ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જયાં વાઘવાણીને હાથ પર ફેકચર થયું હતું અને બળદેવજીને પગ પર ઇજા થઇ હતી.

 

loading...

Leave A Reply

Your email address will not be published.