નિરવ મોદીને કસ્ટમ વિભાગનું તેડું, 15 નવેમ્બર સુધીમાં હાજર થવા આદેશ

સુરતઃ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશમાં બેઠેલાં નિરવ મોદીને કસ્ટમ વિભાગે હાજર રહેવા માટેનો મહત્વનો આદેશ કર્યો છે. કસ્ટમ વિભાગે સુરતમાં 3 યુનિટમાં કરોડોનાં ડાયમંડનાં કરોડોનાં ઓવર વેલ્યુએશન મામલે નિરવ મોદીને કસ્ટમ વિભાગે 15 નવેમ્બર સુધી હાજર થવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે પીએનબી કૌભાંડનાં આરોપી નિરવ મોદી વિરૂદ્ધ સુરતમાં વોરંટ ઈશ્યું કરવામાં આવ્યું છે.

કોર્ટે IPCની કલમ 82 મુજબ વોરંટ ઈશ્યુ કરીને ભાગેડું જાહેર કર્યો છે. જરૂરી છે કે કોર્ટે નિરવ મોદીને હાજર રહેવા માટે મેઈલ પણ કર્યો હતો. તેમ છતાં તે હાજર ન રહેતાં તેની વિરૂદ્ધ કોર્ટે વોરંટ ઈશ્યુ કરાયું છે. ત્યારે કસ્ટમ વિભાગે નિરવ મોદીને આગામી 15 નવેમ્બરનાં રોજ હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે હીરા વેપારી નીરવ મોદીને ટેક્સની ચોરીનાં મામલે ભાગેડું જાહેર કર્યો છે. DRIએ હીરાની આયાત પર લાગનાર કસ્ટમ ડ્યૂટીની કથિત ચોરી કરવાને લઇ તેનાં વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુખ્ય જજ મેજિસ્ટ્રેટે ડિસેમ્બર 2014માં DRIની મુંબઇનાં સ્થાનિક એકમ દ્વારા નીરવ મોદી વિરૂદ્ધ કેસ દાખલ કરાવવા મામલે હીરા વેપારીને ભાગેડું જાહેર કર્યો. DRIનાં અનુસાર, સુરતમાં સ્થિત નીરવ મોદીની કંપનિઓ કથિત રીતે કસ્ટમ ડ્યૂટીની ચોરી સાથે સંકળાયેલ હતી.

You might also like