Stcok Market: નિફ્ટી 11,400ને પાર સેન્સેક્સ 33,750 ઉપર

અમદાવાદ: આજે શેરબજાર ખૂલતાની સાથે જ વિક્રમી સર્વાધિક સપાટીને સ્પર્શી ગયું હતું. નિફ્ટી પ્રથમ વાર ૧૧,૪૦૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે, જ્યારે સેન્સેક્સે ૩૭,૭૯૨.૭૧ની સર્વોચ્ચ સપાટી બનાવી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાની તેજી જોવા મળી છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સમાં ૨૪૩.૬૩ પોઇન્ટના વધારા સાથે ૩૭,૭૯૦.૭૯ની સપાટીએ પહોંચી ગયો છે, જે ૦.૬૩ ટકાનો વધારો સૂચવે છે, જ્યારે નિફ્ટીમાં ૬૩.૬૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૪૨૪.૪૫ને આંબી ગઇ છે, જે ૦.૫૬ ટકાનો વધારો સૂચવે છે.

મિડકેપ અને સ્મલકેપ શેરમાં પણ ખરીદી જોવા મળી છે. પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, આઇટી, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરમાં ખરીદી જોવા મળી છે.

બજારમાં આજે ટ્રેડિંગમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, ટાઇટન, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ અને યસ બેન્ક જેવા દિગ્ગજ શેરમાં ૨.૫-૧.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, એચયુએલ અને કોટક મહિન્દ્રા બેન્ક જેવા દિગ્ગજ શેરમાં ૦.૮-૦.૩ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

મિડકેપ શેરમાં અદાણી પાવર, યુનાઇટેડ બ્રુવરીઝ, વોકહાર્ટ અને ફોરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા શેર ૪.૧-૨.૩ ટકા સુધી વધ્ય છે, જ્યારે ડેવિસ લેબ, બેર ક્રોપ, બ્લુ ડાર્ટ અને એમ્ફેસિસ જેવા શેર ૧.૭-૦.૭૫ ટકા સુધી ઘટ્યા છે. સ્મોલકેપ શેરમાં પણ તેજી જોવા મળી હતી.

You might also like