Stock Market : નિફ્ટી પ્રથમ વાર 11,600ને પારઃ સેન્સેક્સમાં નવો હાઈ

અમદાવાદ: ઘરેલું શેરબજારની આજે રેકોર્ડ સ્તર પર શરૂઆત થઇ હતી. નિફ્ટી પ્રથમ વાર ૧૧,૬૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહી છે, જ્યારે સેન્સેક્સ ૩૮,૫૦૦ની નજીક પહોંચી ગયો છે.

નિફ્ટી ૧૧,૬૨૦.૭ની નવી સર્વાધિક સપાટીએ પહોંચી હતી, જ્યારે સેન્સેક્સે ૩૮,૪૮૭.૬૩નો નવો હાઇ બનાવ્યો હતો, જોકે ડોલરની તુલનાએ રૂપિયો આજે ૨૨ પૈસા તૂટવાની સાથે ૭૦.૦૪ના સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે ગત છેલ્લા કામકાજના દિવસે રૂપિયો એક પૈસાના નજીવા વધારા સાથે ૬૯.૮૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ફરી રૂપિયો તૂટીને ૭૦ની સપાટીને વટાવી ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી સાથે આજે એફએમસીજી, ફાર્મા, આઇટી, રિયલ્ટી અને પાવર શેરમાં લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો, જોકે બેન્કિંગ, ઓટો અને મેટલ શેરમાં દબાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી ૦.૩ ટકા ગગડીને ૨૮,૧૮૦ની સપાટીએ પહોંચી ગઇ છે.

બજારમાં આજે ડો. રેડ્ડીઝ, લ્યુપિન, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, સન ફાર્મા, વિપ્રો અને ઓએનજીસી જેવા દિગ્ગજ શેરમાં ૨.૬-૦.૯ ટકા સુધી ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ટાટા મોટર્સ, ગ્રાસિમ, વેદાંતા, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ઓટો અને અદાણી પોર્ટ્સ ૨.૨-૦.૭ ટકા સુધી ગગડ્યા હતા.

ભારતી એરટેલના શેરમાં લગભગ બે ટકાના ઉછાળા સાથે તે સૌથી મોટો ગેનર રહ્યો હતો, જ્યારે ટાટા મોટર્સમાં બે ટકા કરતા વધુ ઘટાડો થયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇ સેન્સેક્સ ૮૮.૧૨ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮,૩૭૩ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૨૧.૪૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૫૯૨ પર ટ્રેડ કરી રહી છે.

You might also like