Categories: Business Trending

Stock Market: નિફ્ટી ઓલટાઈમ હાઈઃ 11,500ની સપાટી વટાવી

અમદાવાદ: આજે શેરબજારની ધમાકેદાર શરૂઆત થઇ હતી. નિફ્ટી પ્રથમ વખત ૧૧,૫૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહી છે, જ્યારે સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટથી વધુ મજબૂતાઇ જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી ૦.૫ ટકા સુધીના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

બીએસઇનો ૩૦ શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ૨૬૫ પોઇન્ટના ઉછાળા સાથે આ લખાઇ રહ્યું છે ત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી ૬૭.૫૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૫૩૮ની સપાટી પર ટ્રેડ કરી રહી છે.

શેરબજારમાં આજે ટ્રેડિંગ દરમિયાન એલએન્ડટી, કોલ ઇન્ડિયા. યસ બેન્ક, ઓએનજીસી, એચપીસીએલ અને ટાટા સ્ટીલ જેવા દિગ્ગજ શેરમાં ૩.૮ ટકાથી ૧.૪ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ઇન્ફોસિસ, ટાઇટન, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, આઇઓસી, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૨.૭-૦.૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, પાવર, ઓઇલ એન્ડ ગેસ શેરમાં ભારે લેવાલી જોવા મળી છે.
બેન્ક નિફ્ટી ૦.૫ ટકાથી વધુ ઊછળીને ૨૮,૨૮૯ના સ્તરે ટ્રેડ કરી રહી છે.

આઇટી શેરમાં જોકે દબાણ નજરે પડી રહ્યું છે. મિડકેપ શેરમાં ગ્લેન માર્ક, એલએન્ડટી ફાઇનાન્સ, ડેવિસ લેબ, વર્હ્લપુલ અને એપોલો હોસ્પિટલ ૩.૬-૨.૧ ટકા સુધી ઊછળ્યા છે. મિડકેપ શેરમાં ફેડરલ બેન્ક, ઇમામી, મેરિકો, બેરક્રોપ અને ક્રિસિલ ૩.૫-૦.૪ ટકા સુધી ગગડ્યા છે.

divyesh

Recent Posts

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

22 mins ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

2 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

3 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

4 hours ago

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

5 hours ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

5 hours ago