NIAના શહીદ અધિકારીના પરિવારને એક કરોડનું વળતર-નોકરી અપાશે

બીજનોર: ઉત્તરપ્રદેશના બિજનોરમાં અંધાધૂધ ફાયરિંગમાં એનઆઈએના અધિકારી મહંમદ તંજિલ અહમદ શહીદ થયા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા અનેક લોકોએ દિલ્હી સરકાર પાસે પાંચ કરોડનું વળતર આપવા માગણી કરી હતી. જે અંગે સરકાર તરફથી એક કરોડનું વળતર તેમજ તેમના પરિવારજનને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનાને શહીદના પરિવારજનો અને સંબંધીઓએ આતંકવાદી હુમલો ગણાવી જણાવ્યું હતું કે આતંકવાદીઓના કોડવર્ડને પકડવામાં તેઓ માહિર હતા. તંજિલ પર હુમલો થતાં જ તેમણે તેમની સીટ પાછળ બેઠેલાં બાળકોને છુપાઈ જવા જણાવતાં બંને બાળકો સીટ નીચે છુપાઈ જતાં તેઓ બચી ગયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર તંજિલ અહમદ જ હુમલાખોરોના નિશાન પર હતા. તેથી આ ઘટનાને આ હુમલા માટે ખાસ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. શનિવારે રાતે તંજિલ તેમનાં પત્ની, અને પુત્ર શાહબાજ અને પુત્રી જિમનીશ સાથે તેમની ભાણીનાં લગ્નમાં જવા નીકળ્યાં હતાં. ત્યારે મોડી રાતે ૧ર-૪૦ કલાકે તાલકટોરા નજીક તેમની કાર ધીમી પડતા જ બાઈક પર આવેલા બે શખ્સોઅ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું.
દરમિયાન ગઈકાલે મહંમદ તંજિલ અહેમદની જામિયા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.જેમાં તેમને પૂરા રાજકીય સન્માન સાથે સલામી આપવામાં આવી હતી. તેમના જનાજામાં હાજર રહેલા અનેક લોકોએ જયહિંદ અને હિન્દુસ્તાન જિંદાબાદ સાથે યુપી સરકાર હાયહાય, તંજિલ અહમદ અમર રહોના નારા લગાવ્યા હતા. પરંતુ જનાજામાં કોઈ મોટા નેતા અથવા પ્રધાનની ગેરહાજરીથી લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.

You might also like