NIA ઓફિસર તંજિલ હત્યા કેસ શકમંદ આરોપીની ઓળખ થઈ

નવી દિલ્હી: એનઆઇએ ઓફિસર ડીએસપી તંજિલ એહમદની સનસનાટીપૂર્ણ થયેલી હત્યાના મામલામાં બે શંકાસ્પદ લોકોની તસવીર સામે આવતાં ખળભાળાટ મચી ગયો છે બન્ને શકમંદોમાંથી એકની ઓળખ પરિવારના સદસ્ય તરીકે થઇ છે, જ્યારે બીજાની તપાસ ચાલુ છે બન્નેની તસવીર એ લગ્ન સમારંભના વીડિયોમાંથી મળી છે, જેમાં ભાગ લેવા તંજિલ એહમદ દિલ્હીથી બિજનૌર ગયા હતા. ત્યાં પરત ફરતી વખતે તેમના પર ગોળીઓ મારી હત્યા કરાઇ હતી.

જાણવા મળ્યા મુજબ, અર્શી નામના યુવકે મીડિયા સામે હાજર થઇ કહ્યું હતું કે તેને લગ્નનું કાર્ડ મળ્યું હતું તેને લઇ દિલ્હીથી લગ્નમાં હાજરી આપવા બિજનૌર ગયો હતો. તંજિલ એહમદની બહેનની દીકરીનાં લગ્ન હતાં, જે તેની માતાની સારી દોસ્ત છે તે દિલ્હીમાં રહેતો હોવાથી કોઇ તેને ઓળખી શક્યું ન હતું. મીડિયામાં ફોટો વાયરલ થયા પછી તે પોતે એડીજીની સામે આવ્યો હતો.

એનઆઇએ ઓફિસર તંજિલની હત્યાના મામલામાં યુપી પોલીસના એડીજી લૉ ઓર્ડર દલજિતસિંહે બિજનાૈર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમના કહેવા પ્રમાણે તપાસમાં અત્યારે એક શકમંદ પર ધ્યાન કેન્દ્રિત છે. બીજાની ઓળખ થઇ ગઇ છે. પોલીસ સ્થાનિક ગુનેગારોને પણ પકડી પૂછપરછ કરી રહી છે, જે આવા પ્રકારની ઘટનામાં સામેલ થયા હોય.
દલજિતસિંહે કહ્યું, હત્યારા અનુભવી હતા એમાં કોઇ શંકાને સ્થાન નથી. આ હત્યા કરવા માટે તેમણે ભારતમાં બનેલી ૯ એમએમની પિસ્તોલનો ઉપયોગ કર્યો છે. પોલીસ ઇલેકટ્રોનિક ડેટાની મદદ લઇ રહી છે. આ મામલાની તપાસ માટે એનઆઇએ યુપી એસટીએફ, એટીએસ અને યુપી પોલીસની કુલ આઠ ટીમ જોડાયેલી છે.

બાળકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કેટલાક ફોન નંબર તપાસમાં છે, હત્યા દરમિયાન કેટલા ફોન નંબર સક્રિય હતા. તપાસ એજન્સી બિજનૌરમાં પ૩ ફોન નંબરની તપાસ કરી રહી છે. હત્યા દરમિયાન પ૩ મોબાઇલ એક્ટિવ હતા જેમાંના કેટલાક નંબર એક સપ્તાહ અગાઉ એક્ટિવ થયા હતા.

You might also like