NIAએ પઠાણકોટ હુમલાનાં આંતકિયોના ફોટા જાહેર કર્યા

નવી દિલ્હીઃ પઠાણકોટમાં ભારતીય વાયુસેના પર કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા ચાર આંતકવાદિયોના ફોટા NIAએ જાહેર કર્યા છે. NIAએ માર્યા ગયેલા ચાર આંતવાદિયોના ચહેરા રજૂ કર્યા છે. સાથે જ તેમની ઉંચાઇ અંગેની પણ માહિતી આપી છે. આંતકવાદ વિરોધક એજન્સીએ જણાવ્યું છે કે ચાર આંતકવાદિઓમાંથી એક આંતકવાદિના બંને પગના અંગૂઠા નથી.  આ સાથે જે લોકો આ હુમલા અંગેના સાચી માહિતી આપશે તેને પ્રોત્સાહન સ્વરૂપે એક લાખ રૂપિયા આપવામાં આવશે. એન્જસીએ પહેલાં જ ચાર આંતકવાદિઓ વિરૂદ્ધ બ્લેક નોટિસ બહાર પાડીને ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. આંતરરાષ્ટ્રીય નોટિસ દેશમાં મળેલા અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે બહાર પાડવામાં આવી છે. NIAએ પઠાણકોટ વાયુસેના વિસ્તારમાં એયરમેન બેલેટમાં પ્રાપ્ત થયેલા નમૂનાઓની ફરીથી તપાસ કરવા માટે અન્ય ફોરેન્સિક લેબોરેટ્રીનો સંપર્ક કર્યો છે. ચંદીગઢની ફોરેન્સિક લેબેરેટ્રીએ જણવ્યું છે કે, NIAએ તરફથી સોપવામાં આવેલા નમૂનાઓમાં માનવ અવશેષ પ્રાપ્ત થયા છે. અધિકારીક સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બાકીના બેની ઓળખ માટે હજી થોડો સમય લાગશે.

You might also like