દલાલને ધમકી આપી બે લાખનો તોડ કર્યોઃ ન્યૂઝ ચેનલના ત્રણ પત્રકાર સહિત ચારની ધરપકડ

0 11

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં તેલના ડબાની દલાલી કરતા પાસેથી બે લાખ રૂપિયાનો તોડ કરતા ત્રણ પત્રકાર સહિત એક નકલી પોલીસની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચારેય શખ્સોએ વેપારી બની દલાલ પાસે તેલના ડબા મંગાવ્યા હતા, જેમાં દલાલે ‌પાકું બિલ નહીં આપતાં તેમનો તોડ કર્યો હતો.

દસક્રોઇ તાલુકાના ગેરતપુર રેલવે સ્ટેશન પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા રાજુભાઇ નટવરભાઇ ઠક્કર તેલનો વેપાર કરે છે. થોડાક દિવસ પહેલાં એક ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર જયેન્દ્રસિંહ ચુડાવત, પાર્થ પટેલ અને દીપેન પટેલને માહિતી મળી હતી કે રાજુભાઇ તેલના ડબાની ડિલિવરી આપ્યા બાદ પાકું બિલ આપતા નથી, તેના આધારે ત્રણેય પત્રકારોએ રાજુભાઇને ફસાવવા માટે એક છટકું ગોઠવ્યું હતું અને વેપારી બનીને તેમનો સંપર્ક સાધ્યો હતો. ત્રણેય જણાયે રાજુભાઇ પાસે ૧૦ સિંગતેલના ડબા તેમજ ૧૦ કપા‌િસયા તેલના ડબા મંગાવ્યા હતા.

તેલના ડબાની ડિલિવરી રાજુભાઇએ ત્રણેય જણાને આપી તે સમયે તેમની પાસે પાકું બિલ માગ્યું હતું. ત્રણેય પત્રકાર સાથે રાજદીપસિંહ નામનો યુવક પણ હાજર હતો. રાજુભાઇએ પાકું બિલ નહીં આપતાં રાજદીપસિંહે તેની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને કેસ નહીં કરવા મામલે બે લાખની માગ કરી હતી.

રૂપિયા નહીં આપતાં ચારેય શખ્સો રાજુભાઇને ગાડીમાં બેસાડી અલગ અલગ સ્થળે લઇ ગયા હતા. ત્યાં તેઓનો રૂપિયા બે લાખનો તોડ કર્યો હતો. દલાલની ફરિયાદના આધારે તેમણે ત્રણ પત્રકાર સહિત એક નકલી પોલીસની ધરપકડ
કરી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.