મહેસાણાનાં પરા તળાવમાંથી મળી આવ્યું મૃત નવજાત બાળક

મહેસાણાઃ શહેરનાં પરા તળાવ વિસ્તારમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચાનો માહોલ જામી ગયો હતો. પરા તળાવ વિસ્તારમાં કોઈએ ચાર માસનાં મૃત બાળકને દફનાવી દીઘું હતું.

જેને લઇ ઘટનાસ્થળે બાળકનાં મૃતદેહ બાબતે માલૂમ પડતાં ત્યાંનાં સ્થાનિક રહીશો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકની લાશનો કબ્જો લઈ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે તેનાં મૃતદેહને મોકલી આપ્યું હતું અને આ મામલે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

મહેસાણાનાં પરા તળાવમાંથી મૃત બાળક મળી આવ્યું
ચાર માસનું બાળક કોઈએ દફનાવ્યું હોવાની શંકા
પોલીસે નવજાત શિશુનાં મૃતદેહને સિવિલમાં મોકલી તપાસ હાથ ધરી

You might also like