કિવી સામે પાક.ની ટીમ ઘૂંટણિયે પડીઃ ૭૪ રનમાં ઓલઆઉટ થતાં કારમી હાર

0 10

ડુનેડિનઃ
પ્રવાસી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં પાકિસ્તાનનો શરમજનક પરાજય થયો છે. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને નિર્ધારિત ૫૦ ઓવરમાં ઓલઆઉટ થતાં પહેલાં કિવી ટીમે ૨૫૭ રન બનાવ્યા હતા.

૨૫૮ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરેલી પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર બોલ્ટ (પાંચ વિકેટ) સામે ફક્ત ૭૪ રનમાં જ પત્તાંના મહેલની માફક ધરાશાયી થઈ જતાં પાકિસ્તાનનો ૧૮૩ રને કારમો પરાજય થયો હતો. આમ ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં ૩-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ૭૩ રન કેપ્ટન વિલિયમ્સને બનાવ્યા હતા, જ્યારે અનુભવી બેટ્સમેન રોસ ટેલરે બાવન રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ૧૬ રન ૧૧મા ક્રમે બેટિંગમાં આવેલા રુમાન રઈસે બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડઃ
ગપ્ટિલ રનઆઉટ ૪૫
મુનરો કો. સરફરાઝ બો. અશરફ ૦૮
વિલિયમ્સન કો. હફિઝ બો. રઇસ ૭૩
ટેલર એલબી બો. શાદાબ ૫૨
લાથમ કો. શોએબ બો. રઇસ ૩૫
નિકોલસ કો એન્ડ બો. શાદાબ ૦૦
સાન્ટનર બો. હસનઅલી ૦૬
એસ્ટલ કો. ફખર બો. રઇસ ૦૫
સાઉથી બો. હસનઅલી ૦૬
ફર્ગ્યુસન અણનમ ૦૬
બોલ્ટ બો. હસનઅલી ૧૩
વધારાના ૦૮
કુલ (૫૦ ઓવરમાં ઓલઆઉટ) ૨૫૭

પાકિસ્તાનઃ
અઝહરઅલી કો. ટેલર બો. બોલ્ટ ૦૦
ફખર ઝમાન બો. ૦૨
બાબર આઝમ રનઆઉટ ૦૮
હફીઝ કો. ટેલર બો. બોલ્ટ ૦૦
શોએબ કો. ટેલર બો. ફર્ગ્યુસન ૦૩
સરફરાઝ અણનમ ૧૪
શાદાબ ખાન બો. મુનરો ૦૦
ફહીમ કો. એસ્ટલ બો. ફર્ગ્યુસન ૧૦
હસનઅલી કો. વિલિયમ્સન બો. મુનરો ૦૧
મો. આમિર બો. બોલ્ટ ૧૪
રઈસ બો. બોલ્ટ ૧૬
વધારાના ૦૬
કુલ (૨૭.૨ ઓવરમાં ઓલઆઉટ) ૭૪

loading...

Leave A Reply

Your email address will not be published.