JIO નુકસાન ઉપાડીને પણ ગ્રાહકને કરાવશે ફાયદો!

રિલાયન્સ Jioના નવા ટેરિફ પ્લાનમાં વધુ ડેટા ઓફર કરી રહ્યું છે, તે દર્શાવે છે કે મુકેશ અંબાણીની માલિકીની કંપની આક્રમક ભાવો દ્વારા હરીફ ટેલિકોમ કંપનીઓની બજારમાંથી હિસ્સો લેવા માંગે છે. આ માટે Jio તેની આવકમાં નુકશાન લેવા માટે પણ તૈયાર છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે નોંધ્યું છે કે યુઝર (એઆરપ્યુયુ) ની સરેરાશ આવક નાણાકીય વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખોટ આવી શકે છે. જો કે, કંપની નવી ટેરિફ યોજનાઓ દર્શાવે છે કે તે નવા સ્માર્ટફોન યુઝરોને આકર્ષવા માટે ‘નીચા ભાવમાં વધુ ડેટા આપવા માટેની સ્થિતિ’ પર રહેશે. એઆરપ્યુયુ એક ટેલિકોમ કંપનીના પ્રદર્શનને માપવા માટે એક મહત્વપૂર્ણ સ્તર છે.

USની બ્રોકરેજ કંપનીએ તેની નોંધમાં લખ્યું છે કે “ભારતમાં આશરે 10 મિલિયન સ્માર્ટફોન દર મહિને વેચાય છે. અમે અંદાજ કરીએ છીએ કે Jio દર મહિને 60 મિલિયન નવા સ્માર્ટફોન યુઝરોને ઉમેરી રહ્યું છે. આ બજારમાં તેના મોટા હિસ્સાને દર્શાવે છે, જે નીચા ભાવે વધુ ડેટા આપવા માટેની તેમની સ્ટ્રેટેજીનો ફાયદો ઉઠાવે છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ મુજબ, Jioના રિચાર્જ પૅક રૂ. 399 લોકો વચ્ચે સૌથી લોકપ્રિય ડેટા પેક છે. તે માત્ર રૂ .1 માં 1 GB 4G ડેટા આપે છે, જે ભારતી એરટેલ રૂ. 2.3માં 1 GB કરતાં ઓછું છે. Jioએ તેના ટેરિફ પ્લાનને મંગળવારે બદલ્યા છે. કંપની હવે પ્રિપેઇડ ગ્રાહકોને 1.5 GBથી વધારાની 4G ડેટા ઓફર કરી રહ્યું છે. Jioના આ નિર્ણયથી ટેલિકોમ માર્કેટમાં ભાવને લઈને યુદ્ધ વધી રહ્યું છે.

You might also like