આવી રહ્યાં છે નવા સ્માર્ટ ATM, Cash સહિત મળશે અનેક સુવિધા

દેશમાં એટીએમનો ઉપયોગનો અનુભવ જલ્દી જ બદલાવાનો છે. એટીએમ ટૂક સમયમાં સ્માર્ટ થવાના છે. રોકડ રકમ નીકાળતા એટીએમ મશીનને બેંકો હવે નવા ડીજીટલ મશીનમાં બદલાવાની તૈયારીઓ કરી રહી છે.

જૂના એટીએમની સરખામણીએ નવા એટીએમ મશીન નાના તેમજ તેમાં 15 ઇંચના ટેબલટની જેમ દેખાતા મલ્ટિટચ સ્ક્રીન લગાવામાં આવશે. જેમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેટિકેશનની સુવિધા હશે.

રોકડ બહાર કાઢવાની સાથે આ એટીએમથી તમે નેટ બેન્કિંગ પણ કરી શકશો. નવા એટીએમ કોન્ટેક્ટલેસ કાર્ડ રીડરની સુવિધા પણ મળશે. તે સિવાય આપ સ્માર્ટફોનને પણ ડેબિટ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકશો.

નવા એટીએમમાં ઘણા નવા સિક્યોરિટી ફીચર્સ જોડવામાં આવે છે. હવે બેંક જૂના વિન્ડોઝ એક્સપી મશીનને અપગ્રેડ કરવા કરતા બદલવામાં આવી રહ્યાં છે.

You might also like