SBIમાં ખાતું છે? તો ધ્યાન રાખો આ બાબતો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)માં એકાઉન્ટ છે અને જો તમે આ સમાચાર ધ્યાન ના આપ્યું તો પેનલ્ટી લાગી શકે છે.

SBIમાં 1 એપ્રિલ 2018થી ન્યૂનતમ બેલેન્ડના નિયમોમાં બદલાવ આવી ચૂક્યા છે, જે વિશે જાણવું એકાઉન્ટ હોલ્ડર માટે ખૂબ જ જરૂરી છે.

1 એપ્રિલથી મેટ્રો સિટી અને શહેરોની બેંકના બ્રાન્ચમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન ના કરનાર ગ્રાહકોને હવે 50 રૂપિયા + GST ચાર્જની જગ્યાએ માત્ર 15 રૂપિયા આપવાના રહશે. આ સાથે જ GST માટે અલગથી રૂપિયા આપવાના રહેશે.

 

અર્ધ શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગ્રાહકો માટે આ પેનલ્ટીને ઘટાડીને રૂ .12 કરવામાં આવી છે, જે પહેલા 40 રૂપિયા હતી.

જોકે બેંકે મિનિમમ બેલેન્સની લિમિટ ઓછી નથી કરી, તે પહેલાની માફક જ છે. એટલે કે SBIના મેટ્રો વિસ્તારમાં રહેનારા એકાઉન્ટ ધારકોને પોતાના એકાઉન્ટમાં 3000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.

જ્યારે અર્ધ શહેરી વિસ્તારોના એકાઉન્ટ ધારકોને 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારીની બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને 1000 રૂયિયા રાખવા અનિવાર્ય છે.

SBI અનુસાર, અવરેજ માસિક બેલેન્સ ના રાખવા પર લાગનારા નવા ચાર્જ સ્ટેકહોલ્ડરના ફિડબેક અનુસાર લેવામાં આવશે. કોઇ પણ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ હોલ્ડરમાં પોતાના એકાઉન્ટને બેસિક સેવિંગ એકાઉન્ટમાં બદલી શકાશે.

SBIએ એપ્રિલ 2017માં એવેરેજ માસિક બેલેન્સ ના રાખવા પર લાગનારા પીનલ ચાર્જીસને 5 વર્ષ પછી પુન:પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પછી ઓક્ટોબરમાં ફરી એક વખત બેંકે સંશોધન કરીને આ ચાર્જને ઓછા કર્યા. દેશભરમાં SBIની 22900 બ્રાન્ચ અને 58916 ATM છે.

You might also like