OMG! પોપકોર્નની ઊર્જાથી ચાલશે નવો રોબોટ

ન્યૂયોર્ક: વિજ્ઞાનીઓએ આકારમાં બહુ નાનકડો એક એવો રોબોટ બનાવ્યો છે કે જે પોપકોર્નની ઊર્જાથી ચાલશે. પોપકોર્નના દાણાને ગરમ કરતાં દાણાથી તે લગભગ ૧૦ ગણો વધી જાય છે. આ દાણાઓને મોટા થવામાં જે ઊર્જા ખર્ચાય છે તેનો ઉપયોગ આ રોબોટને ચલાવવામાં કરી શકાય છે.

તેનાથી રોબોટ બનાવવાનો ખર્ચો ખૂબ જ ઘટી જશે. વિજ્ઞાનીઓની આ સફળતા બાદ એવા નાના ઉપકરણ બનાવવાનો રસ્તો ખૂલી ગયો છે.

પ્રોફેસર એચ. પિટરસને કહ્યું કે સાધારણ રોબોટના ફેલ થવાની આશંકા પણ ઓછી હોય છે. અમે લાંબા સમયથી એવો રોબોટ બનાવવા ઈચ્છતા હતા. જે ઓછા ખર્ચમાં બને અને વધુ કામ આવી શકે. તેથી રોબોટને ઊર્જા આપવા માટે પહેલીવાર પોપકોર્નનો ઉપયોગ કરાયો છે.

આ એક સરળ રીત પણ છે અને પ્રાકૃતિક રીતે થઈ શકે છે. પોપકોર્નના આ દાણાઓ ફેલાવા દરમિયાન જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનાથી નાનકડા કૂદતા રોબટને ઊર્જા મળી શકે છે.

મેડિકલ ટ્રીટમેન્ટ માટે શરીરમાં મોકલાશે
પોપકોર્ન ખાઈ શકાય છે તેથી તેનાથી બનેલાં ઉપકરણ મેડિકલ પ્રક્રિયા દરમિયાન શરીરમાં પણ મોકલી શકાશે. એક વાર વધી જતાં પોપકોર્નના દાણા બીજી વખત નાના થઈ શકતી નથી. આ કારણે તેમાંથી બનેલા આ ઉપકરણનો માત્ર એક જ વાર ઉપયોગ કરી શકાશે.

You might also like