હવે નાઈટની મેચમાં પણ પિંક બૉલ વપરાશે, IPLમાં આ બૉલ વપરાશે

મેરઠઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ધમાકેદાર સ્પર્ધા દરમિયાન મેરઠની સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી નજરે પડશે. IPLમાં તમામ દિગ્ગજ ક્રિકેટરોના હાથમાં મેરઠનાં બેટ હશે, જ્યારે ટૂર્નામેન્ટ માટે કૂકાબૂરા બોલ પણ મેરઠથી જ મોકલવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયન કંપની કૂકાબૂરાની મેરઠ સ્થિત કંપનીએ સફેદ અને પિન્ક બોલ પૂરા પાડ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ડે-નાઇટ મેચમાં ઉપયોગમાં લેવામાં આવેલો પિન્ક બોલ પણ ચર્ચામાં છે, કારણ કે નિષ્ણાતો આ પ્રયોગને સફળ માની રહ્યા છે.

ભારતમાં ટેસ્ટ ક્રિકેટ એસજી બોલથી રમાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વન ડે અને આઇપીએલમાં કૂકાબૂરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આઇપીએલ મેચોની સાથે સાથે દરેક ટીમ આ બોલનો ઉપયોગ પ્રેક્ટિસ સેશન દરમિયાન કરી રહી છે. દુનિયાભરમાં કૂકાબૂરાની ઓસ્ટ્રેલિયા સહિત ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ભારત – એમ કુલ મળીને ચાર કંપની છે.

૨૦૧૪માં મેરઠમાં વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કૂકાબૂરા કંપનીએ એશિયાનું એકમાત્ર કેન્દ્ર ખોલ્યું હતું. ભારતમાં ટૂંક સમયમાં શરૂ થનારી આઇપીએલ માટે લાલ, સફેદ અને ગુલાબી કલરના બોલ ઉપલબ્ધ કરાવાય છે. ડે નાઇટ મેચમાં મોટા ભાગે સફેદ બોલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પિન્ક બોલ પણ વિકલ્પ બનીનો ઊભરી રહ્યો છે. ગત વર્ષે રમાયેલા વિશ્વકપમાં પણ આ કંપનીએ બોલ પૂરા પાડ્યા હતા.

હોકી ઇન્ડિયા પણ બોલ ખરીદે છે
મેરઠ ખાતે આવેલી કૂકાબૂરા કંપની ક્રિકેટની સાથે સાથે હોકી ઇન્ડિયાને પણ બોલ પૂરા પાડે છે. ભારતમાં રમાયેલી વિશ્વસ્તરીય સ્પર્ધાઓ અને હોકી લીગમાં આ જ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૂકાબૂરા કંપનીના ઓપરેશન મેનેજેર પીયૂષ ગુપ્તાએ જણાવ્યું, ”આઇપીએલ માટે બોલ મોકલવામાં આવી રહ્યા છે. બીસીસીઆઇ અને આઇસીસીની સ્પર્ધાઓમાં આ બોલની ખપત છે. ૨૦૧૪માં મેરઠ સ્થિત કૂકાબૂરા કંપની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને હોકી સ્પર્ધાઓની સાથે એકેડેમીઓ માટે પણ બોલ બનાવે છે.”

You might also like