JioFi: રિલાયન્સ લાવ્યું 3,595 રૂપિયાની Bumper ઓફર….. ગ્રાહકોને થશે ફાયદો

રિલાયન્સ જીયોનું નવા જિયોફાઇ 4જી ડિવાઇસ લોન્ચ કરવામાં આવ્યું છે. નવા ડિવાઇસની કિંમત 1,999 રૂપિયા છે જ્યારે આ અગાઉ પહેલા માર્કેટમાં જિયોફાઇ ડિવાઇસ 999 રૂપિયામાં મળતું હતું. જો કે આ નવા ડિવાઇસ સાથે કસ્ટમરોને જીયો તરફથી 3,500 રૂપિયાથી વધારેનો ફાયદો મળી રહ્યો છે. નવા જિયોફાઇમાં વધારેમાં વધારે જૂના મોડલ પ્રમાણેના ફીચર આપવામાં આવેલ છે. લલેકિન આ એક સ્ટેડટોન ફિનિશ સાથે આવે છે.

999 લરૂપિયાવાળા જિયોફાઇની જેમ નવા જિયોફાઇમાં વધારેમાં વધારે 10 ડિવાઇસને વાઇ-ફાઇનો ઉપયોગથી કનેકટ કરી શકાય છે. તેની સાથે આ ડિવાઇસ માટે યૂએસબી ટેથરિંગ પણ કરી શકાશે.

નવા ડિવાઇસમાં IEEE 802.11/g/n 2.4G સ્ટાન્ડર્ડ છે. આમાં એક માઇક્રો યુએસબી પોર્ટ, માઇક્રો એસડી કાર્ડ સ્લોટ અને એક નેનો સિમ કાર્ડ સ્લોટ પણ આપવામાં આવેલ છે. નવા જીયોફાઇમાં 2600 એમએએચની બેટરી આપવામાં આવી છે. નવા જિયોફાઇમાં ડાબી બાજુ પાવર બટન છે અને તેમાં બેટરી, સિગ્નલ અને વાઇ-ફાઇ સ્ટેટસ માટે ત્રણ ઇન્ડીકેટર પણ આપવામાં આવેલ છે. આગળની તરફ જીયો લોગો પણ આપ્યો છે.

જીયો ડિવાઇસ ખરીદ્યા પછી જઇ સિમકાર્ડ મેળવો. આ સીમના એક્ટિવેશનના સમય, જિયોફાઇ પ્લાનમાં 8 મહીના, 6 મહીના અથવા 4 મહીના માટે 1,295 રૂપિયાની કિંમત અનલિમિટેડ વોઇસ-ડેટા મેળવવા માટે જિયોફાઇ પ્લાનનો વિકલ્પ પસંદ કરી શકો છો. 99 રૂપિયાની પ્રાઇમ મેમ્બરશીપ તેની સાથે મળશે. તે સિવાય માયજીયો એકાઉન્ટમાં પેટીએમ, અજિયો અને રિલાયન્સ ડિજીટલના 2,300ના વાઉચર પણ મળશે.

જો તમે 8 મહીનાની સર્વિસ પસંદ કરો છો તો તમને અનલિમિટેડ વોઇસ, અનલિમિટેડ ડેટા (1.5 જીબી જીયો 4 જી પ્રતિ દિવસ) અને 8 સાઇકલની 28 દિવસ સુધી 100 એસએમએસ પ્રતિદિવસ સુવિધા મળશે. કસ્ટમરોએ આ ઓફરનો ફાયદો લેવવા માટે નવા જિયોફાઇ ડિવાઇસ ખરીદ્યા પછી 24 કલાકમાં નવું એક્ટિવેટિડ સિમ ઇન્સર્ટ કરવું પડે છે.

You might also like