Hyundai સેન્ટ્રો નવા જ લૂકમાં થશે લોન્ચ, જાણો તેનાં ફીચર્સ

ન્યૂ દિલ્હીઃ લોકપ્રિય હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર હવે એક નવા જ અવતારમાં પરત બજારમાં આવવા જઇ રહી છે. દક્ષિણ કોરિયાઇ કાર નિર્માતાની પ્રથમ લોકપ્રિય હૈચબેક ઓગષ્ટમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે નવી સેન્ટ્રોની રાહ જોઇ રહેલા લોકોએ હવે દિવાળી સુધી રાહ નહીં જોવી પડે.

કંપની હવે આ કારને દિવાળીની જગ્યાએ આ જ વર્ષે ઓગષ્ટમાં રજૂ કરશે. એટલે કે Cartoqએ આ જાણકારીને સૌથી પહેલાં સાર્વજનિક કરી નાખેલ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર નવી સેન્ટ્રોની કિંમત રૂ.3 લાખ અથવા તો તેનાંથી ઓછી હશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારી સેન્ટ્રો કંપનીની જૂની ઇયોનની જગ્યા લેશે. ઇયોનને આવનારા ભારતીય સુરક્ષાનાં ધોરણોને લઇ બંધ કરી દેવામાં આવેલ છે. નવી સેન્ટ્રોમાં જૂની I-10નું ઇંટીરિયર અને એન્જીન આપવાની આશા છે.

પરંતુ 1086 સીસીનાં એન્જીનથી 70 બીએચપીનો પાવર અને 100 એનએમ ટોર્ક રિલીઝ થશે. હ્યુન્ડાઇ પહેલી વાર 5-સ્પીડ મેન્યુઅલ વેરિયન્ટની સાથે એએમટી પણ ઓફર કરશે. હ્યુન્ડાઇ દ્વારા નવી સેન્ટ્રોને કંપની દ્વારા જ એલપીજી અને સીએનજી વર્ઝનમાં પણ લોન્ચ કરવાનું જાણવા મળ્યું છે.

સેન્ટ્રો 2018માં એક સેમી-ડિઝીટલ ડ્રાઇવર કંસોલ, ડ્રાઇવર-સાઇડ એરબેગની સાથે એક વધારે જગ્યા લેનાર કેબિન હશે. આ સિવાય હ્યુન્ડાઇ દ્વારા ટૉપ-એન્ડ મોડલ્સમાં ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

You might also like