Categories: India

નવી દિલ્હીમાં પ્રથમ ૬૦ માળનું કોમ્પ્લેક્સ બનશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં જો કોઈ મોટી અડચણ નહિ આવે તો દિલ્હીમાં ૬૦ માળનું પ્રથમ હાઉસિંગ કોમ્પ્લેક્સ બનશે અને આ કોમ્પ્લેક્સમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ મળી રહેશે. આ યોજના પાછ‍ળ છ હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ થ‍વાનો અંદાજ છે. આ યોજના મુજબ કોમ્પ્લેક્સના નીચેના ત્રણ માળ ઈડબલ્યુઅેસ વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં કેટલા પ્લોટ બની શકે છે તે અંંગે દિલ્હી સરકારે તેનો અભ્યાસ કરવા દિલ્હી રાજ્ય ઔદ્યોગિક અને વિકાસ નિગમને આદેશ આપવામાં આવ્યો છે.

આ હાઉસિંગ પ્રોજેક્ટ રાણી ખેડા (મંડુકા) માં પ્રસ્તાવિત ઈન્ડસ્ટ્રિયલ પાર્કનો ભાગ બનશે. આ ઈન્ડ‌િસ્ટ્રયલ પાર્ક અંગે માસ્ટર પ્લાન ૨૦૨૧માં ઉલ્લેખ થયો છે. જે ઉત્તર ભારતનો સૌથી મોટું બિઝનેસ હબ બનશે. આ ઈન્ડ‌િસ્ટ્રયલ પાર્ક અંગે પાંચ વર્ષ પહેલાં યોજના બનાવવામાં આવી હતી, પરંતુ ગત સરકારે યોજનાને સાકાર કરી શકાઈ ન હતી.

ડીઅેસઆઈઆઈડીસી સાથે સંકળાયેલાં ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યા બાદ સરકાર આ યોજનાને લઈને ગંભીર છે. દિલ્હી સરકારના ઉદ્યોગપ્રધાન સત્યેન્દ્ર જૈન આ યોજનાને લઈને તમામ બેઠકો કરી ચૂક્યા છે અને યોજનાની સતત સમીક્ષા કરી રહ્યા છે. તેમણે આ યોજનાને પ્રાથમિકતા આપી છે. થોડા દિવસ પહેલાં જ આ યોજના સાથે હાઉસિંગ પ્રોજેકટ અંગે ચર્ચા થઈ હતી.

divyesh

Recent Posts

PM મોદી ફરી વાર 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો કયાં સ્થળે લેશે મુલાકાત…

રાજકોટઃ PM મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીનાં કાર્યક્રમમને લઈને તડામાર તૈયારીઓ…

15 mins ago

દાંદેલીમાં તમે દરેક પ્રકારનાં એડવેન્ચરની માણી શકો છો ભરપૂર મજા…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222493,222494,222495,222496,222497"] સાહસિકતાને વધુ પસંદ કરનારા લોકોને દાંદેલી જગ્યા વધુ પસંદ આવે છે કેમ કે અહીં હરવા-ફરવા…

1 hour ago

Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222488,222489,222490"] દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા…

2 hours ago

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

2 hours ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

3 hours ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

3 hours ago