PAN કાર્ડમાં આ લોકો માટે આવ્યો મહત્વનો બદલાવ, CBDTએ આપી સૂચના

સરકારે ટ્રાન્સજેન્ડર્સને એક મોટો અધિકાર આપ્યો છે. હવે PAN કાર્ડ એપ્લિકેશન ફોર્મમાં ટ્રાન્સજેન્ડર્સની એક અલગ કૉલમ હશે, જેને લઇને PAN ફોર્મમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેકેસીસ (CBDT)એ સૂચનો જારી કર્યા છે. આ સૂચનો ઇન્કમ ટેક્સના કાયદાની કલમ 139A અને 295 હેઠળ જારી કરવામાં આવ્યાં છે અને આ સાથે જ PAN નંબર માટે નવું એપ્લીકેશન ફૉર્મ જારી કરવામાં આવ્યું છે.

આ સૂચનો અનુસાર હવે ટ્રાન્સજેન્ડર્સ PAN માટે એપ્લીકેશન ફૉર્મમાં એક નવું ટિક બૉક્સ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગ માટેની નીતિઓ બનાવવાનું સર્વોચ્ચ કામ CBDT દ્વારા કરવામાં આવે છે. બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, આવકવેરા કાયદોની કલમ 139A અને 295 હેઠળ જારી કરવામાં આવ્યાં છે. હજુ સુધી PAN કાર્ડના આવેદન ફોર્મમાં લિંગનું સિલેક્ટ કરવા માટે પહેલા મહિલા અને પુરુષોનો જ ઑપ્શન હતો.

PAN બનાવવા માટે પડતી હતી મુશ્કેલી:
ટ્રાન્સજેન્ડર્સ માટે બૉર્ડને અનેક પ્રસ્તાવો મળ્યાં હતાં, જે પછી ટેક્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં હતા. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીએ પાન કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને આ સમસ્યા વધુ જટિલ બની રહી હતી. આધારમાં થર્ડ જેન્ડરની જોગવાઇ કરવામાં આવી હતી પરંતુ પાનમાં આવી કોઇ જોગવાઇ ન હતી. તેથી ટ્રાન્સજેન્ડર આધાર સાથે પોતાનું પાન કાર્ડ લિંક કરાવવામાં સક્ષમ નહતાં. નવા ફેરફાર ફૉર્મ 49એમાં જોવા મળશે.

10 ડિજિટનો યૂનિક નંબર છે PAN:
10 ડિજિટનો યૂનિક નંબર પાન છે. તે યૂનિક અલિફાન્યૂમેરિક નંબર હોય છે. જેને ઇનકમ ટેક્સ વિભાગ તરફથી વ્યક્તિગત અને કંપનીઓ માટે જારી કરવામાં આવે છે. સરકારે આધારને ITR ફાઇલ કરવા અને નવું પાન બનાવવા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

ટેક્સ ફાઇલિંગમાં કોઇ બદલાવ નહીં:
CBDTએ સ્પષ્ટ કર્યુ કે ટેક્સ ફાઇલ કરવાની પ્રક્રિયામાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી, તે ગત વર્ષની જેમ જ હશે.

You might also like