Categories: World

કૂતરાંઅો કરતાં પણ વધુ ઝડપથી બોમ્બ અોળખી શકે તેવું સેન્સર

લંડન: વૈજ્ઞાનિકોઅે એવું સેન્સર વિકસાવ્યું છે, જેની સહાયતાથી અારડીઅેક્સ, ડીએનટી જેવા કેટલાયે ઘાતક વિસ્ફોટકોની ખૂબ જ ઝડપથી જાણ થશે. યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં અાવેલું અા સેન્સર કૂતરાંઅો કરતાં પણ વધુ અસરકારક માનવામાં અાવ્યું છે. અા સેન્સર સામાન્ય રીતે વપરાશમાં અાવતા પાંચ પ્રકારના વિસ્ફોટકો અને તેની માત્રાની જાણકારી મેળવવામાં સક્ષમ હશે. તેનાથી દૂષિત પાણીમાં ઝેરી પદાર્થની જાણ પણ મેળવી શકાશે. અા અભ્યાસ મુજબ શોધકર્તા વિલિયમ પેગલરના જણાવ્યા અનુસાર અા વાત પહેલી વાર શક્ય બની છે કે એક જ સેન્સર કેટલાયે વિસ્ફોટકોની જાણકારી અાપશે. અા સેન્સર માત્ર ૧૦ સેકન્ડમાં રંગ બદલીને વિસ્ફોટક પદાર્થ અને તેની માત્રાની જાણકારી અાપશે.

તેમણે જણાવ્યું કે અમને અાશા છે કે તેના પર સંશોધન કરીને જોખમની પ્રકૃતિ અંગે ઝડપથી જાણી શકીશું અને તેના અનુકૂળ ચેતવણી જારી કરી શકીશું. ડીએનટીનો ઉપયોગ અહીં ખોદકામનાં કાર્યોમાં કરવામાં અાવે છે.  તાજેતરનાં વર્ષોમાં અારડીએક્સ અને ટીઈટીએનનો ઉપયોગ અાતંકવાદી ઘટનાઅોમાં ઝડપથી થાય છે. પેગલરના જણાવ્યા મુજબ અાપણું પરીક્ષણ ખૂબ જ જલદી અા પદાર્થોની અોળખ કરી શકશે. અા રીતે અમે જોઈ શકીઅે છીઅે કે અા સેન્સરના અનેક ઉપયોગ થઈ શકે છે. હથિયારોના કારખાનામાંથી નીકળનાર દૂષિત જળની તપાસથી વિસ્ફોટક સામગ્રી અંગે જાણી શકાય છે.  હવે સંશોધકોની ટીમ પ્રયોગશાળાની બહાર અા સેન્સરનું પરીક્ષણ કારખાનામાંથી નીકળનાર દૂષિત જળમાં તુલનાત્મક રીતે કરવાની યોજના બનાવી રહ્યા છે. અા અભ્યાસ રિસર્ચ મેગેઝિન અેસીઅેસ નેનોના તાજેતરના અંકમાં પ્રકાશિત થયો છે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 hour ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 hour ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

2 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

2 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

2 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

2 hours ago