Categories: Gujarat

વિશ્વમાં સૌથી અનોખુ બ્લડ ગ્રુપ ધરાવે છે સુરતનો આ યુવાન

સુરત: સુરતના લોક સમર્પણ રકત દાન કેન્દ્રએ એક નવા બ્લડગ્રુપની શોધ કરી ઇતિહાસ રચી નાખ્યો છે. સુરત આ રકતદાન કેન્દ્રએ બ્લડ ગ્રુપનું નામ ઇનરા આપ્યુ છે. જેમાં પહેલા બે શબ્દો ઇન્ડિયા પરથી લેવામાં આવ્યું અને પાછળના બે શબ્દો જે વ્યક્તિના રકતકણોમાંથી આ બ્લડ ગ્રુપ શોધાયું છે. તેમના નામનું છે.

દરેક માનવીના શરીરમાં 0,A,B અને AB એમ ચાર પ્રકારના રક્ત જૂથ હોય છે. જેમાં પણ ABO, Rh, Kell અને Duffy એમ 34 પ્રકારના સિસ્ટમ આવેલા હોય છે. દરેક માનવીનું બ્લડ ગ્રુપ આમાંથી કોઈ એક પ્રકારનું હોય છે જેનું રક્ત વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે મેચ થતું નથી. સુરતનો યુવાન કોઈને રક્ત આપી શકતો નથી કે કોઇનું રક્ત મેળવી શકતો નથી. અમુક સંજોગો જોતા તેમજ રક્ત પર વધુ રિસર્ચ કરવાનું હોવાથી લોક સમર્પણ રક્તદાન કેન્દ્રએ યુવાનનું નામ લખવા માટે જણાવાયું છે.

ઈન્ડિયમાં પ્રથમ વખત આ રીતે રક્ત શોધાયું હોવાથી લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના તબીબો દ્વારા રક્તને ઈન્ડિયાના નામથી નામ આપવામાં આવ્યું છે. રક્તને તેઓએ INRA નામ આપ્યું છે. IN એટલે ઈન્ડિયા અને RA એટલે દર્દીનું નામ.

રક્ત વિશ્વના કોઈ માણસ સાથે મેચ થાય છે કે નહિ તે માટે જાણવા રક્તને વર્લ્ડ હેલ્થ ઓગોનાઈઝેન દ્વારા પ્રમાણિત કરાયેલી ઈન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. લેબોરેટરીમાં વિશ્વના દરેક પ્રકાના રક્ત હોય છે. જે તમામ સાથે રક્ત મેચ કરતા કોઈ સાથે રક્ત મેચ થયુ ના હતું. જેથી તેમણે લેબોરેટરી દ્વારા રક્ત વિશ્વમાં એક હોવાનું જણાવી રક્તની સ્વીકૃતિ અપાઈ હતી.

26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ પૂણેમાં ઈન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રન્સફ્યુઝનની એક કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં આશરે 600થી વધુ ઈન્ડિયાના તબીબો હાજર રહ્યા હતા. જેમાં લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને જાહેરમાં સન્માન આપી પ્રથમ પ્રાઈઝ સાથે શિલ્ડ લોક સમર્પણ કેન્દ્રને એનાયત કરી નાવઝવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ IN(a) ત્યાર બાદ અનુક્રમે in(b), in3, in4 શોધાયું છે. જેમાં સંસ્થા દ્વારા રક્તને in5 નામ આપવામાં આવ્યું છે.

સુરત શહેર સહિત સમગ્ર દેશ માટે આ એક ગર્વની વાત છે કે આવું એક નવું બ્લડ ગ્રુપની શોધ કરવામાં આવી છે. અને જેને વર્લ્ડ હેલ્થ ઓરગેનાઇઝર દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા પણ મંજુરી આપવામાં આવી છે. સુરત લોક સમર્પણ રકતદાન કેન્દ્રના સંચાલકો આ સિધ્ધીને વધાવી રહ્યા છે. અને એવા ઇકવિપમેન્ટ વસાવી રહ્યા છે જેથી રકત પર વધું રીસર્ચ કરાવી શકાય.

બસ હવે ગણતરીના દિવસોમાં દુબઇ ખાતે આ બ્લડ ગ્રુપને આતંરાષ્ટ્રીય બ્લડ ગ્રુપની સંખ્યામાં સ્થાન આપી દેવામાં આવશે. અને ત્યાર બાદ તેની આંતરાષ્ટ્રીય કક્ષાએ જાહેરાત કરવામાં આવશે. હાલમાં આ બ્લડ ગ્રુપ જે મહિલા માથી મળી આવ્યુ છે તેની ઓળખ છુપાવવામાં આવી છે પરંતુ એ મહિલા મુળ યુપીની છે અને હાલમાં પરિવાર સાથે સુરતમાં રહે છે.

admin

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

10 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago