VIDEO: દિકરીની સગાઇ પાર્ટીમાં મન મૂકીને નાચ્યાં નીતા અંબાણી

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીની સગાઇ પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના દિકરા આનંદ પિરામલ સાથે કરવામાં આવી છે. 7મેના રોજ એન્ટેલિયામાં ઇશા અને આનંદના ગોળધાણા રાખવામાં આવ્યા હતા, જેમાં બોલિવુડ તેમજ બિઝનેસ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો હાજર થયા હતા. બોલિવુડમાંથી શાહરૂખ ખાન, ગૌરી ખાન, રણબીર કપૂર, અયાન મુખર્જી, આમિર ખાન સિવાય સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી સચિન તેંડુલકર પણ પહોંચ્યો હતો. આ પાર્ટીમાં નીતા અંબાણીએ દિકરી ઇશા સાથે ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

 

#nitaambani danxes on occasion of her daughter’s engagement #ishaambani

A post shared by BOLLYWOOD SPOTTER 🔍📸 (@bollywood.spotter) on


પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ’ ઇંગ્લિશ-વિંગ્લિશ’ના સોંગ પર ડાન્સ કર્યો હતો, જે વખતે નીતા અંબાણી ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે પતિ મુકેશ અંબાણી ડાન્સ ફ્લોરની નજીક ઉભા રહીને તેમને ચિયર કરી રહ્યા હતા. ‘બાર બાર દેખો’ના ગીત ‘નચ દે નચે દે સારે…’ પર મા-દીકરીએ ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ દીકરી ઈશાને સ્ટેજ પર ડાન્સના સ્ટેપ્સ શીખવતી જોવા મળી હતી. ઈશા ડાન્સ કરતી વખતે ઘણી જ શરમાતી હતી. તો નીતા અંબાણીના ચહેરા પર દીકરીની સગાઈની ખુશી જોવા મળી હતી

 

કોણ છે આનંદ પિરામલઃ
હાલમાં આનંદ પિરામલ એન્ટપ્રાઈઝિસમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. આનંદે બિઝનેસ સ્કૂલમાંથી પાસઆઉટ થયા બાદ બે સ્ટાર્ટ-અપ શરૂ કર્યા હતાં. પહેલું સ્ટાર્ટઅપ હેલ્થકેર પિરમાલ ઈસ્વાસ્થ્ય અને બીજું પિરામલ રિયાલ્ટી, અ રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ હતું. હવે, આ બંને ચાર બિલિયન ડોલરના પિરામલ એન્ટરપ્રાઈઝસનો ભાગ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનેસિલિવનિયામાંથી ઈકોનોમિક્સમાંથી બેચરલ ડિગ્રી લીધી છે. જ્યારે હાર્વર્ડમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. આનંદ પહેલાં પ્રેસિડન્ટ ઓફ ધ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ વિંગનો યંગેસ્ટ પ્રેસિડન્ટ રહી ચૂક્યો છે.

You might also like