NEETનાં પરિણામો જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નાં પરિણામો પર લગાવવામાં આવેલ રોક પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવીને NEETના પરિણામો જારી કરવા આદેશ કર્યો છે.

ત્રણ અઠવાડિયા પૂર્વે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ૮ જૂનના રોજ જારી થનારા પરિણામો સામે મનાઈ હુકમ આપ્યો હતો. ત્યાર બાદ સીબીએસઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ અાદેશની અસર ૧૨ લાખ ઉમેદવારો પર પડી હતી. લગભગ ૧૦ લાખ વિદ્યાર્થીએ હિંદી અને અંગ્રેજી વિષયમાં આ પરીક્ષા આપી છે. દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રાદેશિક ભાષા દ્વારા તેમાં સામેલ થયા હતા.

એવો આક્ષેપ આપવામાં આવ્યો હતો કે NEETમાં તમામ ભાષામાં એક સરખું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું ન હતું. આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક પિટિશન કરી હતી. ૨૪ મેના રોજ અદાલતે NEETના પરિણામો જાહેર કરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

આવી જ એક પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં પણ કરવામાં આવી છે. આ વર્ષે NEET પરીક્ષા અંગ્રેજી ઉપરાંત આઠ ભાષામાં યોજાઈ હતી, જેમાં ગુજરાતી, મરાઠી, આસામી, બાંગ્લા, કન્નડ, ઉડિયા, તામિલ અને તેલુગુ ભાષાનો સમાવેશ થતો હતો.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી એક પિટિશનમાં જણાવાયું હતું કે ગુજરાતીમાં પૂછાયેલા સવાલો અંગ્રેજીની તુલનાએ અઘરા હતા. સીબીઆઈએ આ મામલામાં જણાવાયું હતું કે તમામ પેપરો મોડરેટરોએ નક્કી કરીને એક જ લેવલના કાઢ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like