NEETની પેટર્ન પર એન્જિનિયરિંગ માટે પણ કોમન એડમિશન ટેસ્ટ

અમદાવાદ: રાષ્ટ્રીય સ્તરની મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETની પેટર્ન પર મળેલા ફીડબેકના આધારે એચઆરડી મંત્રાલય હવે એન્જિનિયરિંગ કોલેજ માટે પણ આ પ્રકારના એક કોમન ટેસ્ટ લેવાનો નિર્ણય કરનાર છે. એચઆરડી મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોગ્ય મંત્રાલય અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એચઆરડી મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં NEET સફળ રહી હોવાનું જણાવ્યું છે.

તેમાં વધુમાં જણાવાયું હતું કે NEET દ્વારા મેડિકલ કોલેજોમાં કેપિટેશન ફી પર લગામ કસવામાં સફળતા મળી છે અને સાથે જ પારદર્શિતા પણ વધી છે. એચઆરડી મંત્રાલય હવે NEETની પેટર્ન પર એન્જિનિયરિંગ કોલેજ માટે પણ કોમન એન્ટરન્સ ટેસ્ટ (CAT) કરાવવા વિચાર કરી રહ્યું છે અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)માં આ અંગેની એક દરખાસ્ત પણ પાસ કરવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે આ માટે રચવામાં આવેલ એક કમિટી CAT અંગે સૂચનો આપશે. જો NEETની જેમ કેટ લેવામાં આવશે તો તેનાથી પારદર્શિતા અને ગુણવત્તામાં સુધારો થશે એવું એક અધિકારીએ જણાવ્યું હતું. ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયાએ (ICAI) સીએ માટે નવો અભ્યાસક્રમ જારી કરી દીધો છે તેનો હેતુ ભવિષ્યની જરૂરિયાતને અનુરૂપ નવા સીએ પ્રોફેશન્સ તૈયાર કરવાનો છે.

સુધારેલા અભ્યાસક્રમમાં હવે પ્રવેશ પરીક્ષા ૨૦૦ માર્કને બદલે ૪૦૦ માર્કની હશે. તેમાં ૨૦૦ માર્કના લાંબા (વર્ણનાત્મક) પ્રશ્નો હશે, જ્યારે બાકીના ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે જેમાં જવાબોના એકથી વધુ વિકલ્પો હશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં ૧૦૦ માર્કનું એકાઉન્ટસનું પેપર હશે અને ૧૦૦ માર્કના બીજા પેપરમાં ૪૦ માર્ક અંગ્રેજીના અને ૬૦ માર્કનું ઈકોનોમિક્સનું
પેપર હશે.
http://sambhaavnews.com/

You might also like