PoKના યુવાનને અપાવ્યા મેડિકલ વિઝા, સુષમાએ કહ્યું પાકના લેટરની જરૂર નહીં

નવી દિલ્હી : વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર PoK માં રહેતા વ્યક્તિને મેડિકલ વિઝા આપ્યા બાદ જણાવ્યું કે આ આપણો વિસ્તાર છે, પાકિસ્તાનના લેટરની જરૂરિયાત નથી. આમ કરી સુષમા સ્વરાજે PoKમાં રહેતા વ્યક્તિઓ માટે સરતાઝ અઝીઝના લેટરની આવશ્યકતાઓને નકારી દીધી છે. સુષમાએ ટ્વીટ કરી સંબંધિત વ્યક્તિઓને અહી આવવાની મંજૂરી મળશે કારણ કે પાકિસ્તાનના કબ્જા હેઠળનો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

પીઓકેના રાવલકોટના નિવાસી ઓસામા અલીને યકૃત કેન્સર છે અને તે પોતાનો ઇલાજ દિલ્હીમાં કરાવા માટેની મંજૂરી માગી રહ્યો છે. સુષમા સ્વરાજે ટ્વિટ કરી કહ્યું કે પીઓકે ભારતનો અભિન્ન અંગે છે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે તેના પર કબ્જો કર્યો છે. અમે લોકો વિઝા આપીએ છીએ, જેના માટે કોઇ લેટરની જરૂરીયાત નથી.
http://sambhaavnews.com/

You might also like