NGTની વેબસાઇટ હેક : હેકર્સે કહ્યું હૂમલા માટે તૈયાર રહો

નવી દિલ્હી : નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ની વેબસાઇટને અજાણ્યા હેકર્સ દ્વારા હૈક કરવાનો સનસનીખેદ કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે એનજીટીની વેબસાઇટ પર અપમાનજનક ભાષાનો પ્રયોગ કરતા એક સંદેશ પણ લખ્યો છે. સાઇટ પર બાળકની એક તસ્વીર સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું કે અમે અપરાજેય છીએ.

એનજીટીની વેબસાઇટ પર કાશ્મીરનાં મુદ્દે પણ કેટલાક પોસ્ટ કરવામાં આવ્યા છે. સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન, સીમા અને સર્જિકલ હૂમલા અંગે લખ્યું છે કે ટુંકમાં જ આનો બદલો લેવામાં આવશે. હેકર્સે લખ્યું કે, કાશ્મીરમાં માસૂમ લોકોને માર્યા બાદ સેલ્ફ ડિફેન્સનું નામ આપે છે. સીઝ ફાયરને તોડીને તેને સર્જિકલ સ્ટ્રાઇક કહે છે. હવે સાઇબર વોર સહો. હવે તમે જો કીવર્ડ D4RK 4NG31ને ફેસબુક પર સર્ચ કરશો તો તે નામથી એક ફેસબુક પેજ ખુલ્લે છે. પેજનાં કવર ફોટો પર કોઇ ડાર્ક એન્જલનો ઉલ્લેખ છે.

જો કે આ પેજ પર માત્ર 73 લાઇક છે. આ પેજ પર 14 ઓગષ્ટે એક પોસ્ટ છે. જેમાં પાકિસ્તાનની આઝાદી દિવસ પ્રસંગે તમામ લોકોને શુભકામનાઓ આપવામાં આવી છે. આ પહેલોપ્રસંગ છે જ્યારે એનજીટીની વેબસાઇટને હેક કરવામાં આવી છે. અગાઉ 2013માં પણ એનજીટીની વેબસાઇટને હેક કરવામાં આવી હતી. 2012માં પાકિસ્તાની હેકર્સે દિલ્હી હાઇકોર્ટ બાર એસોસિએશનની વેબસાઇટ સાથે છેડછાડ કરી હતી.

You might also like