VIDEO: નવસારીમાં ધોધમાર વરસાદથી અંબિકા નદીની જળસપાટી ભયજનક

નવસારીઃ જિલ્લાનાં ગણદેવીમાં ભારે વરસાદને કારણે ગામમાં ચારે બાજુ પાણી ભરાઇ ગયાં છે. અંબિકા નદીમાં ભારે વરસાદથી ગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે. નદીમાં પાણી આવતા બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

જેને કારણે સ્થાનિકો પરેશાન થયાં છે. ગામમાં પાણી આવતાં ઘરમાં પડેલો માલસામાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ગામમાં ખેતરોમાં પણ પાણી ભરાતાં ખેડૂતોને નુકસાન થયું છે.

મહત્વનું છે કે ગણદેવી, વઇ અને વાંસદામાં લોકોની હાલત ભારે કફોડી બની ગઇ છે. અંબિકા નદીમાં ભારે પુરની સ્થિતી પ્રવર્તી રહી છે. ભારે વરસાદને લઇને કેટલાંક રસ્તાઓને પણ બંધ કરી દેવામાં આવેલ છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલાં ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગણદેવીમાં ભારે વરસાદને લઇને આસપાસનાં તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. ત્યારે અંબિકા નદીની સપાટી પણ ભારે વરસાદને કારણે ભયજનક સ્થિતિએ આવી ગયેલ છે. જેથી ગ્રામજનોને નદી કિનારે ન જવા માટેની સૂચના આપવામાં આવેલ છે.

નદીમાં પાણીની આવક વધતાં પુરની સ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મૂકી છે. જેથી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવેલ છે.

You might also like