Categories: India

બિહારમાં નોટામાં પણ મોટી સંખ્યામાં મત પડ્યા: રિપોર્ટ

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ વખતે નોટા વિકલ્પનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નન ઓફ ધ એબોવ (નોટા) વિકલ્પનો ઉપયોગ કરનાર મતદારોની સંખ્યા બિહારમાં ૬.૬૯ કરોડ મતદારો પૈકી આશરે નવ લાખની રહી છે. બિહારમાં આજની તારીખ સુધી સૌથી મોટા પ્રમાણમાં નોટા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪માં ૪૦ સંસદીય મતવિસ્તારમાં આશરે ૫.૮૧ લાખ લોકો દ્વારા નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧૦ બેઠક માટે એ જ વર્ષે યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણીમાં નોટા માટેનો ઉપયોગ કરનારની સંખ્યા ૨૩૦૦૦ નોંધાઇ હતી. રવિવારના દિવસે બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી આ તમામ બાબતો સપાટી પર આવી હતી. નોટાની મત ટકાવારીને ધ્યાનમાં લેવામાં આવે આ ટકાવારી માધેપુરાના સાંસદ પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી, સમાજવાદી પાર્ટી અને એનસીપીને મળેલી ટકાવારી નજીકની હોઇ શકે છે.

અત્રે નોંધનીય છે કે જે લોકો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કોઇની પસંદગી કરી શક્યા ન હતા તે લોકોએ પ્રાદેશિક પક્ષોને બદલે નોટાનો ઉપયોગ કર્યો હતો. દરેક મતવિસ્તારમાં મતદારોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો નોટાનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા વધારે છે. નોટાને લઇને જનજાગૃતિ જગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તેને લઇને મોટી સંખ્યામાં લોકો હજુ પણ વાકેફ થયા નથી. નોટામાં પણ વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

2 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

2 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

2 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

3 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

3 hours ago