tdp mp jc diwakar reddy creates ruckus at visakhapatnam airport - Sambhaav News
Tue, Jun 27, 2017
mobile apps
Sambhaav Audio News

TDP સાંસદનો વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર મોડા પહોંચવા છતા હોબાળો

RDP

નવી દિલ્હી : શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે ચપ્પલ કાંડ બાદ એરપોર્ટ પર નેતાઓ દ્વારા પોતાનાં પદનો દુરૂપયોગનો વધારે એક કેસ સામે આવ્યો છે. ગુરૂવારે આંધ્રપ્રદેશની સત્તાધારી પાર્ટી દળ તેલુગૂ દેશમ પાર્ટી (TDP)નાં સાંસદ જેસી દિવાકર રેડ્ડીએ વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. મળતી માહિતી અનુસાર એરપોર્ટ પર મોડા પહોંચવાનાં કારણે સાંસદને ફ્લાઇટ પર જવાની પરવાનગી નહોતી આપવામાં આવી.

સાંસદને નહી જવામાં દેવામાં આવતા ગુસ્સે ભરાયેલા સાંસદે તોડફોડ ચાલુ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમની પણ સૌથી ખાસ વાત છે કે જ્યારે સાંસદ આ હોબાળો કરી રહ્યા હતા, ત્યારે તેની જ પાર્ટીનાં સાંસદ અને એવિએશન મિનિસ્ટર અશોક ગજપતિ રાજુ વીઆઇપી લાઉન્જમાં હાજર હતા. મળતી માહિતી અનુસાર હૈદરાબાદ જવા માટે રેડ્ડીને ઇન્ડિગોની ફ્લાઇટ પકડવાની હતી.

વિમાનનાં ઉડ્યન ભરવાથી માત્ર 23 મિનિટ પહેલા જ સાંસદ એરપોર્ટ પર પહોંચ્યા. ઇન્ડિગોનાં સ્ટાફને તેમને એમ કહીને બોર્ડિંગ પાસ આપવાનો ઇન્કાર કરી દીધો કે તે ઘણા મોડા પહોંચ્યા હતા.

http://sambhaavnews.com//

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...