Sambhal panchayat fines man Rs 2 lakh for giving triple talaq - Sambhaav News
Tue, Jun 27, 2017
mobile apps
Sambhaav Audio News

ત્રણ તલાક અાપનાર વ્યક્તિને પંચાયતે બે લાખનો દંડ ફટકાર્યો

tripal-talaq

નવી દિલ્હી:ઉત્તર પ્રદેશમાં સંભલ જિલ્લામાં મુસલમાનોની તુર્ક જાતિની પંચાયતે ત્રણ તલાક અાપનાર એક વ્યક્તિને સખત સજા ફટકારી છે. એક જ વારમાં ત્રણ તલાક કહેનાર વ્યક્તિને ફટકાર લગાવતાં તેને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંચાયતેની અધ્યક્ષતા કરનાર શાહિદ હુસેને જણાવ્યું કે પતિ-પત્નીના સંબંધોમાં ઝઘડો થયા બાદ ૧૦ દિવસ પહેલાં તેને ત્રણવાર તલાક કહી દીધું.

હુસેનના જણાવ્યા અનુસાર સદીરનપુર ગામ નિવાસી ૨૨ વર્ષીય એક યુવતીના નિકાહ મુસાપુર ગામના ૪૫ વર્ષીય એક વ્યક્તિ સાથે એક વર્ષ પહેલાં થયાં હતાં. નિકાહ બાદ પતિ-પત્નીના સંબંધોમાં થોડી સમસ્યા થવા લાગી.  લગભગ ૧૦ દિવસ પહેલાં બંને વચ્ચે થોડો વધુ ઝઘડો થતાં પતિઅે ગુસ્સામાં ત્રણવાર તલાક કહી દીધું. તેને જણાવ્યું કે અા અંગે તુર્ક જાતિની પંચાયત ગઈ કાલે સંભલના રાયસતિ સ્થિત મદરેસા ખલિલ ઉલ ઉલુમમાં સંપન્ન થઈ. તેમાં ૫૨ ગામના તુર્ક જાતિના લોકો સામેલ થયા.

પંચાયતમાં બધાની વચ્ચે ચર્ચા થઈ. જેવા પંચાયતે એક સાથે ત્રણ તલાક અાપવાને ગંભીર બાબત ગણાવી. ત્રણ તલાક અાપનાર વ્યક્તિ પર સર્વ સંમતિથી બે લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. અા વ્યક્તિઅે પંયાતની વાત માનતા ઘટના સ્થળે જ દંડની રકમ ચૂકવી.

હુસેને જણાવ્યું કે પંચાયતે મેહર તરીકે ૬૦ હજાર અને દહેજમાં અાપેલો સોફા, બેડ, મોટર સાઈકલ, વાસણો વગેરે સામાન કન્યા પક્ષને પરત અાપી દીધો. ઉલ્લેખનીય છે કે તુર્ક જ્ઞાતિના લોકોઅે એક સાથે ત્રણ તલાક કહેવા પર પોતાના સમાજમાં પહેલેથી જ રોક લગાવી દીધી હતી. ત્યારબાદ અાવેલા ત્રણ તલાકના પહેલા કેસમાં પંચાયતે મોટો દંડ લગાવીને સમાજને સખત સંદેશો અાપ્યો છે.
http://sambhaavnews.com/

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...