Monsoon in Mumbai Heavy rain causes waterlogging in city - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

મુંબઇમાં મેઘરાજાની પ્રથમ શાનદાર સવારીઃ કેટલાય વિસ્તાર જળબંબોળ

rain-in-mumbai1

મુંબઇ: સોમવારે મોડી રાત્રે મુંબઇ અને આસપાસના શહેરી વિસ્તારોમાં મેઘરાજાની વાજતે ગાજતે જોરદાર એન્ટ્રી થઇ હતી. એકાએક ભારે વરસાદ વરસતાં લોકોમાં ખુશી વ્યાપી ગઇ હતી અને ભેજવાળી ગરમીમાંથી રાહત મળી હતી. તો વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યાનો લોકોને સામનો કરવો પડયો હતો. દ‌િક્ષણ-પશ્ચિમ ચોમાસું આખરે મુંબઇમાં પહોંચીને પુણે તથા નાસિક જિલ્લા સહિત મહારાષ્ટ્રના કેટલાયે ભાગોમાં પહોંચી ગયું છે.

ભારતીય હવામાન વિભાગ પૂણેના ડાયરેકટર સુનીતાદેવીએ જણાવ્યું હતું કે દ‌િક્ષણ-પશ્ચિમ ચોમાસું મુંબઇ સહિત સમગ્ર કોંકણ વિસ્તારમાં પ્રસરી ગયું છે. ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં તે પુણે તથા નાસિક જિલ્લા તેમજ પરભની જિલ્લા સુધી પહોંચી ગયું છે.

દરમિયાન મુંબઇના કેટલાય વિસ્તાર જળબંબાેળ બની ગયા હતા. મેઘરાજાના આગમન પૂર્વે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યાર બાદ મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો હતો. બોરીવલી, કાંદીવલી, અંધેરી, બાંદ્રા, દાદર, વરલી, પરેલના કેટલાક વિસ્તારો અને દ‌િક્ષણ મુંબઇના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.

બીએમસીના ઓટોમેટિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ભાંડુપમાં ૧૦ એમએમ, ચેમ્બુરમાં ૪૩, અંધેરીમાં ૧૩, બીકેસીમાં ર૬, બાંદ્રામાં ૧૦, બોરીવલીમાં ૪૪, પિંચોલીમાં ર૯ એમએમ વરસાદ પડયો હતો. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની બે, પૂર્વ ઉપનગરીય વિસ્તારોમાં ત્રણ અને પશ્ચિમના પરા વિસ્તારોમાં સાત ફરિયાદ મળી હતી.
મુંબઇમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મુંબઇની ગતિ જાણે એકાએક થંભી ગઇ હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં અને લોકલ ટ્રેનો ધીમી દોડી રહી હતી.
http://sambhaavnews.com/

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...