brinda karat in support of sandip dikshit - Sambhaav News
Tue, Jun 27, 2017
mobile apps
Sambhaav Audio News

વૃંદા કરાત દીક્ષિતનાં આર્મીચીફ અંગેનાં નિવેદનનું સમર્થન કર્યું

Sandip

નવી દિલ્હી : આર્મી ચીફને રસ્તા પરના ગુંડા ગણાવનારા સંદીપ દિક્ષીતનાં સમર્થનમાં હવે સીપીએમ નેતા વૃંદા કરાત પણ આવ્યા છે. તેમણે કહ્યું કે આર્મી ચીફનાં નિવેદન ખુબ જ વિવાદાસ્પદ થાય છે. વૃંદાએ આર્મીચીફની ઝાટકણી કાઢતા કહ્યું કે કેન્દ્ર સરકારે તેમને આ પ્રકારનાં અયોગ્ય નિવેદન આપવાનું પ્રમાણપત્ર આપ્યું છે. આતરે દહાડે તેઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે. આ પ્રકારનાં નિવેદનથી તેમણે બચવું જોઇએ. તેમનાં આ નિવેદન બાદ રાજનીતિ ફરી એકવાર ગરમ થઇ ગઇ છે.

રવિવારે પત્રકારો સાથે ચર્ચા કરતા દીક્ષિતે કહ્યું કે પાકિસ્તાન ઉલ્ટી સીધી હરકતો કર્યા છે. જો કે ખરાબ ત્યારે લાગે છે જ્યારે આપણા સેનાધ્યક્ષ ગુંડા જેવા નિવેદનો આપે છે. જો કે સંદીપ પોતાનાં આ નિવેદન માટે સોમવારે માફી માંગી ચુક્યા છે. આ મુદ્દે ભાજપ પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિ ગાંધીની માફી માંગી છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...