NSGની વેબસાઇટ થઈ હેક, લખ્યા વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દો

નવી દિલ્લી: નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ની વેબસાઇટ રવિવારે હેક થઈ ગઈ છે. વેબસાઇટ હેક કરનારાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિરુદ્ધ અભદ્ર શબ્દો લખ્યા હતા. વેબસાઇટના હેકિંગમાં પાકિસ્તાની હેકર્સનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. હેકિંગની જાણકારી મળતા જ કાઉન્ટર ટેરર ફોર્સના હેડક્વાર્ટરથી એનએસજીની વેબસાઇટ www.nsg.org.in ને બ્લોક કરી દેવામાં આવી છે. હેકર્સ આ વેબસાઇટ પર દેશવિરોધી શબ્દો લખી રહ્યા છે.

હેકર્સે જાતે જ પોતાની ઓળખ અલોન ઇંજેક્ટર તરીકે કરી હતી અને બેવસાઇટ પર ઘણી વધુ ઉત્તેજક માહિતી લખી હતી. સત્તાવરા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હેકિંગનો પ્રયાસ પાકિસ્તાનથી જોડાયેલા હેકર્સ તરફથી કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી આ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી ભેગી કરવામાં આવી રહી છે.

બ્લેક કેટ કમાન્ડો સાથે જોડાયેલી આ વેબસાઇટનો એનએસજી હેડક્વાર્ટરથી મેન્ટેન કરવામાં આવે છે અને એમાં એનએસજીથી સાથે જોડાયેલી સામાન્ય માહિતી, કાર્યક્ષેત્ર અને ઓપરેશનની જાણકારી આપી છે.

હેકિંગની જાણ થતા જ આ માહિતી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરને આપવામાં આવી છે. વેબસાઇટના યુઆરએલને તરત જ બ્લોક કરી દેવામાં આવ્યું છે અને જરૂરી એક્શન લેવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. દેશનું બહેતરી કમાન્ડો ફોર્સને વર્ષ 1984માં બનાવવમાં આવ્યું હતું.

You might also like