ગ્રેટર નોએડામાં ઇન્ટરનેશનલ બોક્સર જિતેન્દ્ર માનની હત્યા

0 7

નવી દિલ્હી
ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ બોક્સર જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવવામાં આવી રહી. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે.

જિતેન્દ્ર માન ગ્રેટર નોએડાના સેક્ટર-૩માં આવેલી એવીજે હાઇટ્સ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં રહે છે. ૧૦ જાન્યુઆરીની સવારે જિતેન્દ્ર જિમ ગયો હતો. જિમમાંથી આવ્યા બાદ તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો હતો. જિતેન્દ્રના ફ્લેટની એક ચાવી ફિટનેસ એકેડેમીના સંચાલક પ્રીતમ ટોક્સ પાસે પણ રહેતી હતી. જિતેન્દ્ર અંગે જ્યારે કંઈ જાણવા ના મળ્યું ત્યારે પ્રીતમે ફ્લેટ પર જઈને પોતાની પાસે રહેલી ચાવીથી ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો.

ત્યારે જિતેન્દ્રનો મૃતદેહ તેમણે જોયો હતો. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતાં ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

જિતેન્દ્ર માન ઉઝબેકિસ્તાન, ફ્રાંસ અને રશિયામાં ફાઇટ કરી ચૂક્યો છે. તેણે થોડાં વર્ષ પહેલાં જ બોક્સિંગને અલવિદા કહી દીધું હતું. હાલ તે જિમ ટ્રેનરનું કામ કરી રહ્યો હતો. જિતેન્દ્રનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ થયો હતો.

loading...

Leave A Reply

Your email address will not be published.